Not Set/ સવાર અને રાત્રિ ભોજન લેવાનો આ સમય ઔષધ સમાન, વિવિધ રોગોથી અપાવશે છૂટકારો

સવાર અને રાત્રિ ભોજન લેવાનો સમય, વિવિધ રોગોથી અપાવશે છૂટકારો સવારે અને રાત્રે આ સમયે ભોજન કરવાથી શરીર રહેશે તંદુરસ્ત આહાર એ જ ઔષધ !!  યોગ્ય સમયે લીધેલો સાચો આહાર ઔષધ સમાન બની રહે છે.  આહાર સાત્વિક અને પોષણક્ષમ હોય એટલુ જ  નહિ પણ આહાર લેવાનો સમય પણ યોગ્ય હોય તે સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી […]

Health & Fitness Lifestyle
9e0ec4a3fc8efcd184db65e18dc3bc3d સવાર અને રાત્રિ ભોજન લેવાનો આ સમય ઔષધ સમાન, વિવિધ રોગોથી અપાવશે છૂટકારો
સવાર અને રાત્રિ ભોજન લેવાનો સમય, વિવિધ રોગોથી અપાવશે છૂટકારો

સવારે અને રાત્રે આ સમયે ભોજન કરવાથી શરીર રહેશે તંદુરસ્ત

આહાર એ જ ઔષધ !! 

યોગ્ય સમયે લીધેલો સાચો આહાર ઔષધ સમાન બની રહે છે. 

આહાર સાત્વિક અને પોષણક્ષમ હોય એટલુ જ  નહિ પણ આહાર લેવાનો સમય પણ યોગ્ય હોય તે સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે. 

ઘણી વખતે  ખોટા સમય એ લીધેલો સાચો ખોરાક પણ તમારા શરીર માં હાનિકારક તત્વો એકત્ર કરે છે ,જે વિવિધ રોગો નું ઉદ્દભવ સ્થાન બની રહે છે. જ્યારે  સાચા સમયે લીધેલો ખોરાક તમને વિવિધ રોગો સામે રક્ષણ આપે છે. અને આવો આહાર ઔષધ નું પણ કામ કરે છે.

આપણે આપણો આહાર સૂર્યોદય અને સૂર્યાસ્ત ની વચ્ચે જ લેવો જોઈએ. આપણા લીધેલા  ખોરાક ને પચાવવા માટે જઠરાગ્નિ જવાબદાર છે. આ જઠરાગ્નિ સૂર્યોદય ની સાથે પ્રદીપ્ત થાય છે , જ્યારે સૂર્ય મધ્યે એટલે કે બપોર ના  સમયે સૌથી વધુ જ્વલિત હોય છે ત્યારે જઠરાગ્નિ સૌથી વધુ કાર્યરત હોય છે અને સૂર્યાસ્ત સમયે તે  ધીરે ધીરે મંદ પડે છે. સૂર્યાસ્ત પછી લીધેલો ખોરાક અપાચ્ય રહે છે, તે આપણા પેટ ની અંદર કોહવાય છે, સડો પેદા કરે છે. અને આવો ખોરાક હાનિકારક બને છે જે વિવિધ રોગો તરફ લઈ જાય છે. માટે સૂર્યાસ્ત પછી ફક્ત દૂધ જ લઈ શકાય છે. 

સૂર્યોદય અને સૂર્યાસ્ત ની વચ્ચે જ આહાર  લેવાથી શરીર અને મન બંને ને ફાયદો થાય છે. આપણા દિવસ ના મુખ્ય ત્રણ મીલ  ( સવાર નો નાસ્તો, બપોર નું ભોજન અને રાત્રિ ભોજન ) ને આ સમય માં જ લેવા જોઈએ.

બપોર નું ભોજન દિવસ નું સૌથી હેવી મીલ કહી શકાય. તે સમયે સૂર્ય સૌથી વધુ જવલિત હોય છે અને તે સમયે આપણો જઠરાગ્નિ સૌથી વધારે કાર્યરત હોવા થી આપણે બપોર ના ભોજન માં લીધેલા ભારે ખોરાક ને પણ આપણે પચાવી શકીએ છીએ. તેમજ રાત્રિ ભોજન માં હળવો ખોરાક લેવો જોઇએ , કેમકે સૂર્યાસ્ત વખતે જઠરાગ્નિ મંદ પડે છે અને માટે જ હળવો ખોરાક તે સમયે યોગ્ય રહે છે. 

આહાર વિશે ની ખુબજ નાની નાની પણ અગત્ય ની બાબતો નું ધ્યાન રાખવાથી આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ. 

હેલ્થ એક્સપર્ટ
ડોક્ટર વાચિની