Not Set/ લીલા મરચાં ફક્ત તીખાશ માટે જ નહીં, પરંતુ આટલા રોગો મટાડવા માટે પણ અક્સીર!

લીલું મરચું, લાલ મરચાંની સરખામણીએ વધારે ફાયદાકારક કેમ કહેવામાં આવે છે ? લીલું મરચું એક શાક છે, એને એક પ્રકારનો મસાલો ગણવામાં આવે છે. લીલું શાક પોષણનો સ્ત્રોત માનવામાં આવે છે અને લીલા મરચાં કેટલાંય શાકની સરખામણીએ સારા છે. મરચાં અંગે માન્યતા છે કે, તે એસિડિટી કરે છે, પરંતુ વાસ્તવમાં લીલું મરચું પાચનને યોગ્ય બનાવે છે, […]

Health & Fitness Lifestyle
3391d69b77c8a6d889c48c42eb4f16b7 લીલા મરચાં ફક્ત તીખાશ માટે જ નહીં, પરંતુ આટલા રોગો મટાડવા માટે પણ અક્સીર!
લીલું મરચું, લાલ મરચાંની સરખામણીએ વધારે ફાયદાકારક કેમ કહેવામાં આવે છે ?

લીલું મરચું એક શાક છે, એને એક પ્રકારનો મસાલો ગણવામાં આવે છે. લીલું શાક પોષણનો સ્ત્રોત માનવામાં આવે છે અને લીલા મરચાં કેટલાંય શાકની સરખામણીએ સારા છે. મરચાં અંગે માન્યતા છે કે, તે એસિડિટી કરે છે, પરંતુ વાસ્તવમાં લીલું મરચું પાચનને યોગ્ય બનાવે છે, કારણ કે તેમાં ફાયબરનું ઊંચું પ્રમાણ છે.
Free photo: Red and Green Chilli - Chillies, Chilly, Food - Free Download -  Jooinn

લીલાં મરચાંને જો તમે બીયા સહિત ખાશો તો તે ઘણો ફાયદો કરશે, કારણ કે મરચાંના બીજમાં વિટામીન સી નારંગીની સરખામણીમાં આઠ ઘણું વધારે છે. તે લા‌ળ માટે ખૂબ જ સારું રહે છે. મરચામાં એક એન્ઝાઇમ એમિલેસ રહેલો હોય છે, જે આપણા કાર્બ્સને બ્રેક કરવાનું કામ કરે છે. તે લાળથી જ મળે છે, જે લીલું મરચું આપી શકે છે.   પહેલાં લોકો જેટલી વાર જમતા હતાં, ત્યારે લીલા મરચાંનો ખોરાકમાં ઉપયોગ કરતાં હતા. એનાથી તે કેટલાંય પ્રકારની બીમારીથી બચી જતાં હતા. જેમ કે હૃદયનો રોગ વગેરે. લાલ મરચાંની સરખામણીએ લીલું મરચું વધારે ફાયદાકારક છે. બહું ચટપટું ખાઇ રહ્યા છો તો તેની સાથે કાચું લીલું મરચું ખાશો તો સ્વસ્થ રહેશો. પરંતુ જેમ લીલું મરચું સુકાઈ ગયા પછી લાલ થવા લાગે છે તેમ પોષણ ઓછું થાય છે.

તીખ્ખા-તીખ્ખા લીલા મરચાંના મીઠા-મીઠા ફાયદા: 
– તે ડાયાબિટીસને કાબૂમાં રાખશે, એટલે ખાંડના સ્તરને સંતુલિત કરશે. 
– ઝીરો કેલરી ડાયટમાં તે લાભ પહોંચાડશે. 
– એનીમિયા થવાની સ્થિતિમાં તે આયર્ન આપે છે. 
– તેના ખાવાથી બનવાવાળો એડોર્ફિન હોર્મોન ડિપ્રેશન ખતમ કરશે. 
– મરચાંથી કેન્સરનો ડર ઓછો થાય છે. 
– ચામડીના ઇન્ફેકશનમાં તે એન્ટીબેક્ટેરિયલ તત્વ શરીરને આપે છે, ખાસ કરીને વિટામીન-ઇ તેમાંથી મળે છે. 
– વારંવાર ખાંસી અને શરદી થતી હોય ત્યારે તે રોગપ્રતિકારકનું કામ કરે છે. વિટામીન સી હોવાથી તે કફને કાઢી નાખે છે.

Chili pepper - Wikipedia

લાલ મરચું કેવું છે ?
– લાલ મરચાંના કેટલાંક ગુણ લીલા મરચાંથી અલગ થઇ જાય છે. તેમાં આયર્નનું પ્રમાણ વધારે હોય છે, જે લોહી માટે સારું હોય છે. સાથે તેમાં ખાસ વિટામીન સી હોવાના કારણે તે શરીરને બીજા અનેક આહારથી આયર્ન એબ્ઝોર્બ કરવા દે છે. 
– કેલરીને બાળવામાં આ અસરકારક છે. આ એવી જ રીતે કેલરીને બાળે છે, જેમ એક્સર્સાઇઝ કેલરીને સળગાવે છે. 
– ગળામાં ઇન્ફેક્શન હોવાની પરિસ્થિતિમાં લાલ મરચું કફને સાફ કરીને શ્વાસને સારો બનાવે છે.
– નિયમિત રીતે ખોરાકમાં લેવાથી તે આર્ટરીઝમાંથી બ્લોકેજ પૂર્ણ કરવાનું કામ કરે છે.

બંનેમાંથી કયું મરચું સારું ?
– લીલા મરચાંમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે. તેમાં કોઇ કેલરી હોતી નથી. એટલા માટે આને કાચું પણ ખાઇ શકાય છે. મરચું કાચું ખાવું વધું લાભદાયક હોય છે. 
– લીલા મરચાંમાં બિટા કૈરોટિન, એન્ટીઓક્સિડેન્ટ્સ અને એડોર્ફિન્સ હોય છે. 
– લીલાં મરચાંને ખોરાકમાં લેવાથી ઉંમર દેખાવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે, ચામડીમાં કાંતિ આવી જાય છે. 
– લાલ મરચાંથી પેપ્ટિક અલ્સર થવાની શક્યતા વધી જાય છે.
(શ્રીલેખા હાડા, હોમિયોપેથ એન્ડ ન્યુટ્રીશિસ્ટ, મુંબઇ)