Not Set/ કોરોના કાળમાં કોવિડ ગાઇડલાઇન મુજબ આ તારીખથી ખુલશે કાંકરિયા પ્રાણી સંગ્રાલય…

  કોરોના સામે આજે દેશ અને દુનિયાનો દરેક દેશ ઝઝૂમી રહ્યો છે. ત્યારે અન લોક માં હવે ધીરે ધીરે એક પછી એક એકમો શરુ કરવા માટે મંજુરી મળી રહી છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદનું કાંકરિયા પ્રાણી સંગ્રહાલય પણ મુલાકાતીઓના પ્રવેશની જાને રાહ જોઈ રહ્યું હતું. જેને હવે સરકાર તરફથી લીલી ઝંડી મળી ચુકી છે. […]

Ahmedabad Gujarat
2aefabe56a327479ab54ce7c261e35e1 કોરોના કાળમાં કોવિડ ગાઇડલાઇન મુજબ આ તારીખથી ખુલશે કાંકરિયા પ્રાણી સંગ્રાલય...
2aefabe56a327479ab54ce7c261e35e1 કોરોના કાળમાં કોવિડ ગાઇડલાઇન મુજબ આ તારીખથી ખુલશે કાંકરિયા પ્રાણી સંગ્રાલય... 

કોરોના સામે આજે દેશ અને દુનિયાનો દરેક દેશ ઝઝૂમી રહ્યો છે. ત્યારે અન લોક માં હવે ધીરે ધીરે એક પછી એક એકમો શરુ કરવા માટે મંજુરી મળી રહી છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદનું કાંકરિયા પ્રાણી સંગ્રહાલય પણ મુલાકાતીઓના પ્રવેશની જાને રાહ જોઈ રહ્યું હતું. જેને હવે સરકાર તરફથી લીલી ઝંડી મળી ચુકી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ ખાતે આવેલું કાંકરિયા પ્રાણી સંગ્રહાલય આગામી ૧ ઓક્ટોબરથી સામાન્ય જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે. આજે , ઝૂમાં સૅનેટાઇઝિંગ અને માર્કીંગની કામ ગિરી શરૂ કરવામાં આવી છે. આગામી 1 ઓક્ટોબરથી ઝૂ ખુલશે. કેન્દ્રીય કોવિડ ગાઇડલાઇન મુજબ ઝૂ ખોલવામાં આવશે. કાંકરિયા ઝૂ ના 7 પૈકી 2 દરવાજા ખોલવામાં આવશે. હાલમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલમાં સાફસફાઈ અને સેનેટાઇઝિંગની કામગીરી હાથ ધરાઈ.

મુલાકાતીઓ માટે ટિકિક બારી પર સર્કલ દોરવામાં આવ્યા છે.જો મુલાકાતિઓની સંખ્યા વધશે તો નિયંત્રિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવશે. છ મહિના અગાઉ માર્ચ મહિનાથી કોરોના મહામારીને કારણે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય બંધ કરવામાં આવ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.