Not Set/ અમદાવાદ/ નોકરી આપવાના બહાને યુવતી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ, આરોપીની પોલીસે ધરપકડ કરી

@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ  કોરોના વાયરસના કહેરના કારણે અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવી છે અને પાયમાલ થઇ ગયા છે, પરંતુ રાજ્યમાં આ સંકટની ઘડીમાં પણ લોકો સાથે ન કરવાનું કરીને ત્રાસ આપી રહેતા હોવાની ફરિયાદો ઉઠી છે, ત્યારે આ જ પ્રકારનો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે.  હકીકતમાં લોકડાઉનમાં પતિની હોટલ બન્ધ થઈ જતા […]

Ahmedabad Gujarat
fc3e5253388cacc0896179f24ec9445f અમદાવાદ/ નોકરી આપવાના બહાને યુવતી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ, આરોપીની પોલીસે ધરપકડ કરી
fc3e5253388cacc0896179f24ec9445f અમદાવાદ/ નોકરી આપવાના બહાને યુવતી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ, આરોપીની પોલીસે ધરપકડ કરી

@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

કોરોના વાયરસના કહેરના કારણે અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવી છે અને પાયમાલ થઇ ગયા છે, પરંતુ રાજ્યમાં આ સંકટની ઘડીમાં પણ લોકો સાથે ન કરવાનું કરીને ત્રાસ આપી રહેતા હોવાની ફરિયાદો ઉઠી છે, ત્યારે આ જ પ્રકારનો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. 

હકીકતમાં લોકડાઉનમાં પતિની હોટલ બન્ધ થઈ જતા યુવતી પતિ સાથે અમદાવાદ આવી અને નોકરી શોધવા લાગી હતી અને પછીથી નોકરીની શોધમાં અગાઉ પરિચયમાં આવેલા યુવકને મળી હતી. પરંતુ યુવકે નોકરી આપવાના બહાને બોલાવી યુવતીને બેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું. 

મળતા અહેવાલો મુજબ, અમદાવાદમના સોલા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતી છેલ્લા પંદર દિવસથી તેના પતિ સાથે ભાડે રહેવા આવી હતી અને.તેના પતિ ઉદયપુરમાં હોટલ ચલાવતા હતા. પરંતુ લોકડાઉન ને કારણે ધંધો પડી ભાંગતા બંને પતિ-પત્ની અમદાવાદમાં નોકરી શોધવા આવ્યા હતા.આ યુવતી અગાઉ અમદાવાદમાં બે વર્ષ એકલી રહેતી હતી ત્યારે બોપલમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતી હતી અને તે વખતે તેની ઓફિસમાં સુરેશભાઈ જાટ નામનો વ્યક્તિ આવ્યો હતો અને તેને આ મહિલાને ટ્રાન્સપોર્ટર તરીકેની ઓળખ આપી પરિચય કર્યો.પરંતુ નોકરી જોઈતી હોવાના કારણે આ મહિલા અમદાવાદ આવ્યા બાદ સુરેશને ફોન કર્યો હતો. ત્યારે તેને ફ્લેટ ઉપર બોલાવી હતી અને ફ્લેટમાં નીચે લેવા પણ ગયો હતો. ત્યારે સુરેશ નામના વ્યક્તિએ આ મહિલાને કોલ્ડડ્રિન્કની બોટલ આપતા તે પી ગઈ હતી અને બાદમાં મહિલાને આ પીણું પીવાથી ચક્કર આવ્યા હતા. ત્યારે તેની નોકરીની વાત સુરેશ નામના વ્યક્તિ સાથે ચાલુ હતી  પરંતુ બાદમાં તે બેભાન થઇ ગઈ હતી. બે કલાક પછી જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેના શર્ટના બટન ખુલ્લા હતા અને પેન્ટ પણ શરીર ઉપર ન હતું. 

આ સુરેશે કેફી પીણું પીવડાવી તેના ઘરમાં મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની તેને જાણ થતાં જ તેણે નારોલ પોલીસ સ્ટેશનમાં સુરેશ નામના વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત તપાસમાં સામે આવ્યું કે જીરું નામના કોલ્ડડ્રિન્કમાં આરોપીએ દારૂ મિલાવી યુવતીને પીવડાવ્યો હતો અને બાદમાં દુષ્કર્મ કર્યું હતું…આરોપીના પરિવારમાં પત્ની અને પુત્ર ન હોવાથી તેને એકલતાનો લાભ લઈને દારૂના નશામાં આ દુષ્કૃત્ય કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.