Not Set/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા 70 હજારથી વધુ કેસ

  કોરોનાવાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાનાં 70,000 થી વધુ નવા કેસ નોંધાયા છે, જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 69 લાખને વટાવી ગઈ છે. શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 70,496 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં ચેપ લાગવાની કુલ સંખ્યા 69,06,151 પર પહોંચી […]

Uncategorized
74db0a8e9b469bd42f3da3ac8eb21385 દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા 70 હજારથી વધુ કેસ
74db0a8e9b469bd42f3da3ac8eb21385 દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા 70 હજારથી વધુ કેસ 

કોરોનાવાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાનાં 70,000 થી વધુ નવા કેસ નોંધાયા છે, જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 69 લાખને વટાવી ગઈ છે. શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 70,496 નવા કોરોના કેસ નોંધાયા છે.

આ સાથે, દેશમાં ચેપ લાગવાની કુલ સંખ્યા 69,06,151 પર પહોંચી ગઈ છે. વળી છેલ્લા 24 કલાકમાં 964 દર્દીઓનાં મૃત્યુ થયા છે. જેના કારણે કુલ 1,06,490 લોકો મૃત્યુ પામ્યા છે. જો કે રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 78,365 દર્દીઓ ઠીક પણ થયા છે, જે નવા કેસો કરતા વધારે છે. તેમ જ, સપ્ટેમ્બર પછી પહેલીવાર સક્રિય કેસની સંખ્યા 9 લાખ પર આવી ગઈ છે, હાલમાં દેશમાં કોરોનાનાં સક્રિય કેસની સંખ્યા 8,93,592 છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.