ગ્રામ પંચાયત ચૂંટણી 2021/ વીરપુરમાં પોલીસ અને મતદાર વચ્ચે ઘર્ષણ, જાણો શું છે કારણ

વીરપુરમાં મતદાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયો છે.  મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું છે. તો મતદાન મથકની…

Gujarat Others
વીરપુરમાં
  • વીરપુરમાં પોલીસ સાથે ઘર્ષણ
  • પોલીસ અને મતદાર વચ્ચે ઘર્ષણ
  • મથકની અંદર મોબાઈલ લઈ જવા બાબતે ઘર્ષણ
  • મતદાન મથક બહાર ઝપાઝપીના દ્રશ્યો

ગુજરાતમાં અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનો સંગ્રામ શરૂ થઇ ચૂક્યો છે. રાજ્યમાં આજે 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. સરપંચ માટે 27 હજાર 200 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો મેદાને ઉતર્યા છે.ત્યારે આવામાં વીરપુરમાં મતદાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયો છે.

આ પણ વાંચો :રાજ્યમાં 8,648 ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો ધમધમાટ, કેબિનેટ મંત્રી અર્જુન સિંહ સહિતના મંત્રીઓએ કર્યું મતદાન

મળતી માહિતી અનુસાર, વીરપુરમાં મતદાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયો છે.  મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું છે. તો મતદાન મથકની બહારથી ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસે મતાદરને ડિટેઈન કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મતદાન કેન્દ્ર બહાર પોલીસ-મતદાર વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસે જબદરસ્તીથી મતદારને પોલીસ વાનમાં બેસાડી ડિટેન કર્યો છે.

આ પણ વાંચો : રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સંપૂર્ણ વિગત માટે કરો અહી Click

આ પણ વાંચો :રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શરૂઆતના દોઢ કલાકમાં સરેરાશ 6 ટકા મતદાન…

આ પણ વાંચો :ગ્રા.પં.ની ચૂંટણીનાં મતદાનને બે કલાક પૂર્ણ, સરેરાશ 10.5 ટકા મતદાન

આ પણ વાંચો :રાજ્યમાં આટલી ગ્રામ પંચાયતો બિન હરીફ થઇ છે,જાણો સમગ્ર વિગત…