Junagadh News/ જૂનાગઢમાં વિજયપ્રકાશ સ્વામી સાથે મારામારીઃ સુરતના જમીન કૌભાંડમાં સંડોવણીનો આરોપ

જૂનાગઢમાં વિજયપ્રકાશ સ્વામી સાથે મારામારી થઈ છે. વિજયપ્રકાશ સ્વામી જાલણસર ગુરુકુળના ટ્રસ્ટી છે. તેમના પર સુરતમાં ડુમસ ખાતે થયેલા જમીન કૌભાંડમાં સંડોવણીનો આરોપ છે. તેમને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

Gujarat Others
Beginners guide to 2024 05 31T124734.819 જૂનાગઢમાં વિજયપ્રકાશ સ્વામી સાથે મારામારીઃ સુરતના જમીન કૌભાંડમાં સંડોવણીનો આરોપ

Junagadh News: જૂનાગઢમાં વિજયપ્રકાશ સ્વામી સાથે મારામારી થઈ છે. વિજયપ્રકાશ સ્વામી જાલણસર ગુરુકુળના ટ્રસ્ટી છે. તેમના પર સુરતમાં ડુમસ ખાતે થયેલા જમીન કૌભાંડમાં સંડોવણીનો આરોપ છે. તેમને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે સુરતના ડુમસ વિસ્તારની કુલ 2.17 લાખ ચો.મી. જમીનને લઈને વિવાદ સામે આવ્યો છે. સુરત નજીક આવેલા ડુમસ વિસ્તારની સરકારી માલિકીની અંદાજે રૂ. 2000 કરોડના મૂલ્યની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવી દઈને બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

આ જમીનમાં તત્કાલીન કલેકટર રાજેન્દ્ર કુમારના વર્ષ 2015ના હુકમ વિરુદ્ધ જઈ ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરવા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી સહિતનાએ કલેકટર સામે પગલાં ભરવાની માંગ કરી છે.

તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકારની આ જમીનમાં વર્ષોથી ગણોતિયો ન હતો. તો એકાએક આ ગણોતિયો કેવી રીતે ઉભો કરવામાં આવ્યો છે. પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તો પછી જે તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ ઓક દ્વારા ગણોતિયાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે. આ મુદ્દે સીટની રચના થવી જોઈએ.સરકારને જે કોઈ હજારો કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તેની પણ તપાસ કરવામાં આવે.

આ અંગે SIT ની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે જ જવાબદાર લોકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની  માંગ કરવામાં આવી છે.  તમેજ પદ પર રહેલા લોકો ને પદભ્રષ્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરવમાં આવી છે. ત્યારે આ મામલે કોર્ટે સ્ટે યથાવત રાખ્યો છે. હવે આ જમીન કૌભાંડ મામલે આગામી 26 જુને સુનાવણી કરવામાં આવનાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ મનપાની મંજૂરી વગર PGVCLએ વીજ જોડાણ આપ્યું કઈ રીતે?

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ

આ પણ વાંચો: પાલનપુરમાં 4 બાળકોને વીજ કરંટ લાગ્યો, એક ફૂલ મુરઝાયું