Not Set/ રૂપાણી સરકારના પૂર્વમંત્રીઓ આજે પણ સરકારી બંગલામાં મંત્રી કક્ષાની સિક્યુરીટી ભોગવી રહ્યા છે

તેમજ પુર્વ મંત્રીઓને મંત્રીઓ કક્ષાની સીકયુરીટી ચાલુ રાખવામાં આવેલ છે. ગુજરાતમાં શાંતિ અને સલામતી છે તેવું ભાજપ અને સરકાર દ્વારા વારંવાર કહેવામાં આવે છે તો પછી મંત્રી કક્ષાની સીકયુરીટીની જરૂર કેમ રહે છે.

Top Stories Gujarat
assam 13 રૂપાણી સરકારના પૂર્વમંત્રીઓ આજે પણ સરકારી બંગલામાં મંત્રી કક્ષાની સિક્યુરીટી ભોગવી રહ્યા છે
  • પ્રવર્તમાન શિક્ષણિક સત્ર સુધી મામુલી ભાડે 15 બંગલા ફાળવ્યા
  • રૂ. 42000 પ્રમાણે દર મહીને રૂ. 6,30000ની આવક થાય 
  • જયારે રૂ. 4800 પ્રમાણે હાલ સરારને માત્ર 72000ની આવક 
  • દર મહીને રૂ. 5,58,000નું સરકાર ભોગવી રહી છે નુકસાન 

એક RTIમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. જે અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સત્તાધારી પક્ષ ભાજપને આડે હાથે લીધા હતા. અને ચોંકાવનારી વિગતોનો ખુલાસો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રૂપાણી સરકારના મંત્રીઓ દ્વારા હજી સુધી તેમને ફાળવેલા બંગલા ખાલી કરવામાં આવ્યા નથી. તેમના જણાવ્યા અનુસાર માર્કેટ રેટ અનુસાર આ બંગલાનું ભાડું 42 હજાર રૂપિયા છે. જ્યારે આ મંત્રીઓ દ્વારા માત્ર 4800  રૂપિયા ભાડું ચૂકવવામાં આવે છે.  જે અનુસાર સરકાર દર મહિને પાંચ લાખ અઠ્યાવીસ હજાર રૂપિયાનું નુકસાન ભોગવી રહી છે.

રૂપાણી સરકારના 15 મંત્રીઓ દ્વારા હજી સુધી તેમને ફાળવવામાં આવેલા સરકારી નિવાસસ્થાનો ખાલી કરવામાં આવ્યા નથી. શૈક્ષણિક સત્રના ઓઠા હેઠળ આ મંત્રીઓ હજુ પણ તેમને ફાળવેલા બંગલાનો ઉપયોગ કરી રહ્યા છે . મંત્રીઓના જણાવ્યા અનુસાર પ્રવર્તમાન શૈક્ષણિક સત્ર સુધી આ બંગલા તેમને ફાળવવામાં આવ્યા છે.  પૂર્વ મંત્રીઓના સંતાનોના અભ્યાસ બગડે નહીં, અધવચ્ચે શાળા કોલેજ છોડી શકાય નહીં તેવા કારણો આગળ ધરી પૂર્વ મંત્રીઓ હજી પણ આ સરકારી બંગલામાં રહી રહ્યા છે.

જોકે આરટીઆઇમાં કરવામાં આવેલા ખુલાસા અનુસાર એક પણ મંત્રી ના બાળકો હાલમાં શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા નથી તેમ છતા પણ બાળકોના અભ્યાસ ના બહાના હેઠળ સરકારી બંગલાઓ મેળવી રહ્યા છે.

કોંગ્રેસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર રાજ્યમાં પુર્વ મંત્રીઓ અને હાલના ધારાસભ્ય કવાટર્સ લેવાનો ઈન્કાર કરતાં અથવા કવાટર્સમાં ફાવતું ન હોવાથી કે કવાટર્સ ગમતું ન હોવાથી સરકારી ખર્ચે વિશેષ સુવિધા સંતોષવા માટે નાગરીકોના પૈસાનો વ્યય થાય તે રીતે સરકારી વિશાળ બંગલાઓ નવી સરકારે નિર્ણય કરીને ફાળવી દેવાયા છે.

જેમાં રાજ્યમાં ભાજપના પૂર્વ મંત્રીઓ (૧)  નીતિનભાઈ પટેલ (૨)  ભુપેન્દ્રસિંહ ચુડાસમા, (૩)  સૌરભભાઈ પટેલ (૪)  ગણપતસિંહ વસાવા (૫)  જયેશભાઈ રાદડિયા (૬)  ઈશ્વરભાઈ પરમાર (૭)  પ્રદિપસિંહ જાડેજા (૮)  પરસોત્તમભાઈ સોલંકી (૯)  જયદ્રથસિંહ પરમાર (૧૦)  ઈશ્વરસિંહ પટેલ (૧૧)  વાસણભાઈ આહીર (૧૨)  વિભાવરીબેન દવે (૧૩)  રમણલાલ પાટકર (૧૪)  ધર્મેન્દ્રસિંહ જાડેજા (૧૫)  કુંવરજીભાઈ બાવળીયા વગેરેને “ક” અને “ખ” કક્ષાના બંગલાઓ ગાંધીનગરમાં પ્રવર્તમાન શૈક્ષણિક સત્ર સુધી અભ્યાસક્રમના બહાને રાજ્ય સરકારની મંજૂરીથી વાપરવા આપવામાં આવ્યા છે.

માર્ગ અને મકાન વિભાગના તાબા હેઠળની પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગરની કચેરી દ્વારા ઓકટોબર-૨૦૨૧માં જુદાં જુદાં- હુકમોથી આર્થિક ભાડા(ઈકોનોમી રેટ)ના મામુલી રૂ.૪૮૦૦/- ભાડાના દરથી પ્રવર્તમાન શૈક્ષણિક સત્ર સુધી ફાળવવામાં આવ્યા છે. રૂપાણી સરકારની વિદાય બાદ પૂર્વ મંત્રીઓને શૈક્ષણિક સત્રના બહાને સરકારી બંગલા ફાળવી દેવાયા છે, સંતાનોના અભ્યાસ બગડે નહીં, અધ્ધવચ્ચે શાળા-કોલેજ છોડી શકાય નહીં તેવા કારણો આગળ ધરીને પુર્વ મંત્રીઓને નજીવા ભાડાથી બંગલા ફાળવી દેવાયા છે. વાસ્તવમાં એકેય પુર્વ મંત્રીના સંતાનો ગાંધીનગરની શાળા-કોલેજમાં અભ્યાસ કરતા નથી. ત્યારે અહીં એ પ્રશ્ન થાય તે સ્વાભાવીક છે કે અત્યારે તો આ ભાજપના પૂર્વ મંત્રીઓએ સંતાનોના અભ્યાસના બહાને સરકારી બંગલાઓ મેળવ્યા છે તે કયા પૂર્વ મંત્રીઓના કેટલા સંતાનો કઈ સરકારી શાળા કોલેજમાં અભ્યાસ કર્યો છે તે પણ જાહેર કરીને રાજ્યના સામાન્ય નાગરીકોને સરકારી શાળાઓમાં ભણતર માટે આકર્ષવા જોઈએ.

માર્ગ અને મકાન વિભાગ તા.૩૧-૫-૨૦૧૫ના ઠરાવ મુજબ આ બંગલાઓનું બજાર ભાડુ (માર્કેટ રેટ) દ્વારા રૂ.૪૨,૦૦૦/- નક્કી કરવામાં આવેલ છે. પુર્વ મંત્રીઓ અત્યાર સુધી ધારાસભ્યઓના નિવાસ/સદસ્ય નિવાસ(એમએલએ કવાટર્સ)માં રહેતાં. પરંતુ આ સરકારે “દલા તરવાડીની જેમ રીંગણા લઉં બે ચાર, લે ને દશ-બાર”ની જેમ પ્રજાની તિજોરીના નાણાનો વ્યય કરીને પુર્વ મંત્રીઓ આલીશાન બંગલામાં જલસાઓ કરી રહ્યા છે. કેમ આ મંત્રીઓને મંત્રી પદેથી હટાવ્યા બાદ સદસ્ય નિવાસમાં રહીને પ્રજાની સેવા કરી શકતા નથી કે જાહોજલાલી ભોગવેલા મંત્રીઓને કવાટર્સમાં ફાવતું નથી ! તેમજ પુર્વ મંત્રીઓને મંત્રીઓ કક્ષાની સીકયુરીટી ચાલુ રાખવામાં આવેલ છે. ગુજરાતમાં શાંતિ અને સલામતી છે તેવું ભાજપ અને સરકાર દ્વારા વારંવાર કહેવામાં આવે છે તો પછી મંત્રી કક્ષાની સીકયુરીટીની જરૂર કેમ રહે છે.

વધુમાં મનીષ દોશીએ જણાવ્યું હતું કે, તેમજ બીજી બાજુ રાજ્યમાં હજારો કર્મચારીઓ સરકારી આવાસો મેળવવા વર્ષોથી રાહ જુએ છે, મકાનના અભાવે તેઓને સરકારી આવાસ ફાળવી શકાતા નથી. સરકારી આવાસ ન મળવાના કારણે ફીકસ પગારના કર્મચારી પગાર જેટલું તો ભાડું ભરવા મજબુર બને છે. ગરીબોને રહેવા માટે પુરતા આવાસો બનાવવામાં આવતા નથી. ત્યારે આવા ખર્ચાઓ અટકાવીને સરકારી કર્મચારીઓને તુરંત આવાસ મળે તેવી વ્યવસ્થા અને ચિંતા કરવી જોઈએ.

પ્રર્વતમાન શૈક્ષણિક સત્રનો લાભ આપીને મામુલી આર્થિક ભાડાના દરથી સરકારી બંગલાઓ ફાળવવામાં આવેલ તે શૈક્ષણિક સત્ર પણ પુરું થઈ ગયું છે, તો આ બંગલાઓ તાત્કાલિક ખાલી કરાવીને પ્રજાના ટેકસના નાણામાંથી બનાવવામાં આવેલ બંગલા અને તેની જાળવણી માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે.  તે અટકાવવા આવા તમામ બંગલાઓ ખાલી કરાવીને સરકારી નાણાનો વ્યય તાત્કાલીક અટકાવવાની જવાબદારી રાજ્ય સરકારની બને છે સાથોસાથ મંત્રીશ્રી કક્ષાની સીકયુરીટી ચાલુ રાખવામાં આવેલ છે તે પણ નીયમ મુજબ પરત લેવાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.

વિમાન દુર્ઘટના/ પટનામાં સ્પાઈસ જેટની ફ્લાઈટમાં લાગી આગ,185 મુસાફરોનો હતા સવાર