Tech News/ જેમ્સ વેબ ટેલિસ્કોપનો કમાલ, ગુરુની અત્યાર સુધીની સ્પષ્ટ અને રંગીન ઈમેજ કેપ્ચર

સ્પેસ એજન્સી નાશાએ જણાવ્યું હતું કે, ગુરૂનું પ્રખ્યાત ગ્રેટ રેડ સ્પોટ, જે ઈમેજમાં તેજ સફેદ દેખાય છે, તે એટલું મોટું તોફાન છે કે તે પૃથ્વીને ગળી શકે છે. નાસાની એક બ્લોગ પોસ્ટમાં જેમ્સ વેબ…

Trending Tech & Auto
James Webb Telescope

James Webb Telescope: યુએસ સ્પેસ એજન્સી નાસાના લેટેસ્ટ અને સૌથી શક્તિશાળી જેમ્સ વેબ ટેલિસ્કોપે આપણા સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુની નવી અને સ્પષ્ટ ઈમેજને કેપ્ચર કરી લીધી છે. આ પહેલા ક્યારેય આવી ઈમેજ જોવા મળી ન હતી. ગયા સોમવારે પ્રકાશિત થયેલા ફોટાએ ગ્રહનું નવું દૃશ્ય સામે આવ્યું છે. ગ્રહના વિશાળ વાવાઝોડા, રંગબેરંગી ઓરોરા, ઝાંખા રિંગ્સ અને બે નાના ચંદ્ર – અમાલ્થિયા અને એડ્રાસ્ટિયા – આ ફોટામાં વિગતવાર પ્રસ્તુત કર્યાં છે. અવકાશમાં રસ ધરાવતા મોટાભાગના લોકો પીળા અને લાલ-ભૂરા ગેસથી પરિચિત છે. ટેલિસ્કોપનો નજીકનો-ઇન્ફ્રારેડ કૅમેરો તેના વિશિષ્ટ ઇન્ફ્રારેડ ફિલ્ટર વડે ગુરુને વાદળી, લીલો, સફેદ, પીળો અને નારંગી રંગોમાં કેપ્ચર કરે છે. ઇન્ફ્રારેડ પ્રકાશ માનવ આંખને દેખાતો ન હોવાથી દૃશ્યમાન સ્પેક્ટ્રમ પરની છબીઓને મેચ કરવા માટે કૃત્રિમ રીતે રંગીન કરવામાં આવ્યા હતા જેથી ગ્રહના વિશિષ્ટ લક્ષણો બહારથી સ્પષ્ટ થઈ શકે.

સ્પેસ એજન્સી નાશાએ જણાવ્યું હતું કે, ગુરૂનું પ્રખ્યાત ગ્રેટ રેડ સ્પોટ, જે ઈમેજમાં તેજ સફેદ દેખાય છે, તે એટલું મોટું તોફાન છે કે તે પૃથ્વીને ગળી શકે છે. નાસાની એક બ્લોગ પોસ્ટમાં જેમ્સ વેબ ટેલિસ્કોપના આંતરશાખાકીય વૈજ્ઞાનિક હેઈડી હેમેલને ટાંકવામાં આવ્યું છે કે, ઘણા તેજસ્વી સફેદ ‘સ્પોટ્સ’ અને ‘સ્ટ્રેક્સ’ છે. કન્ડેન્સેટ કન્વેક્ટિવ તોફાનો ખૂબ જ ઊંચાઈવાળા વાદળો હોવાની શક્યતા છે.’ નાસાનું 10 બિલિયન ડોલરનું જેમ્સ વેબ ટેલિસ્કોપ યુરોપિયન સ્પેસ એજન્સી અને કેનેડિયન સ્પેસ એજન્સીની મદદથી વિકસાવવામાં આવ્યું હતું. તે 25 ડિસેમ્બર, 2021 ના ​​રોજ અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને હાલમાં તે લેગ્રેન્જ બિંદુ 2 પરથી અવકાશનું અવલોકોન કરી રહ્યું છે, જે સૂર્યની આસપાસ પૃથ્વીની ભ્રમણકક્ષાથી લગભગ 1.5 મિલિયન કિમી દૂર છે. ટેલિસ્કોપ એ પ્રકાશ પણ જુએ છે જે માનવ આંખ દ્વારા જોઈ શકાતો નથી. 11 જુલાઇ, 2022ના રોજ ટેલિસ્કોપે અવકાશની તેની પ્રથમ દૂરની ઈમેજ પ્રકાશિત કરી હતી.

નાસાની એક બ્લોગ પોસ્ટ અનુસાર જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી અવિશ્વસનીય તસવીરો પૃથ્વી પર દેખાતી ન હતી જે રીતે આપણે હાલમાં જોઈએ છીએ. તેના બદલે વૈજ્ઞાનિકો વેબના ડિટેક્ટર્સ પર કેપ્ચર કરાયેલા પ્રકાશની તેજ વિશે કાચો ડેટા મેળવે છે, જે પછી સ્પેસ ટેલિસ્કોપ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ (STScI), વેબના મિશન અને વિજ્ઞાન ઓપરેશન સેન્ટર દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે અને છબીઓમાં રૂપાંતરિત થાય છે. આ રીતે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ સતત અજાયબીઓ કરવા જઈ રહ્યું છે. જો કે, અવકાશની રચના સાથે સંબંધિત રહસ્યો જાણવા માટે બનાવવામાં આવેલ જેમ્સ વેબ ટેલિસ્કોપે જુલાઈમાં જ ગુરુની તસવીર લીધી હતી અને તેને ખાલી અને સફેદ સ્વરૂપમાં પ્રકાશિત કરી હતી. હવે વૈજ્ઞાનિકોએ ગુરુનો રંગીન ફોટો જાહેર કર્યો છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર ઈમેરિટા અને ખગોળશાસ્ત્રી ઈમ્કે ડી પેટરએ જણાવ્યું હતું કે, “અમે ખરેખર આટલું સારું થવાની અપેક્ષા નહોતી રાખી.”

આ પણ વાંચો: Climate Change/ ક્લાઈમેટ ચેન્જ પર અમેરિકા 500 બિલિયન ડોલરનો કરશે ખર્ચ