Not Set/ ફ્લોરિડાનાં એક માર્ગનું નામાભિકરણ ખ્યાતનામ દાતા ડો. કિરણ પટેલનાં નામે

  ફ્લોરીડા અમેરિકામાં ફ્લોરિડા રાજ્યનાં એક શહેરનાં માર્ગને સ્થાનિક સત્તાવાળાઓએ ડો. કિરણ પટેલનાં નામે જોડવાનો નિર્ણય કર્યો છે. વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા અને તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા કિરણ પટેલ અને પલ્લવી પટેલનું નામ શિક્ષણ ક્ષેત્રમાં દાતા તરીકે ખૂબ જ જાણીતું છે. ફ્લોરિડા રાજ્યાનાં ટેમ્પા બે એરિયામાં આવેલા ક્લિયરવોટર શહેરનો એ માર્ગ હવેથી ડો. કિરણ પટેલ […]

Gujarat World
Kiran Patel. ફ્લોરિડાનાં એક માર્ગનું નામાભિકરણ ખ્યાતનામ દાતા ડો. કિરણ પટેલનાં નામે

 

ફ્લોરીડા

અમેરિકામાં ફ્લોરિડા રાજ્યનાં એક શહેરનાં માર્ગને સ્થાનિક સત્તાવાળાઓએ ડો. કિરણ પટેલનાં નામે જોડવાનો નિર્ણય કર્યો છે.

વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા અને તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા કિરણ પટેલ અને પલ્લવી પટેલનું નામ શિક્ષણ ક્ષેત્રમાં દાતા તરીકે ખૂબ જ જાણીતું છે. ફ્લોરિડા રાજ્યાનાં ટેમ્પા બે એરિયામાં આવેલા ક્લિયરવોટર શહેરનો એ માર્ગ હવેથી ડો. કિરણ પટેલ બુલેવાર્ડ તરીકે સ્થાનિક કાઉન્સિલની યાદીમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

અગાઉ દમાસ્કસ રોડ તરીકે ઓળખાતા આ માર્ગ પર નોવા સાઉથઇસર્ટન યુનિર્વસિટીનું નિર્માણ થઇ રહ્યુ છે. આ જ યુનિર્વસિટીને ડો. કિરણ પટેલ તરફથી 50 નિલિયન ડોલરનું ડોનેશન આપવામાં આવ્યુ છે, જે અત્યાર સુધીમાં અપાયેલા ડોનેશનમાં સૌથી વધુ છે. આ યુનિર્વસિટીમાં મેડિકલ એજ્યુકેશન કોમ્પલેક્સનું નિર્માણ થનાર છે. જેમાં ડો.કિરણ સી પટેલ કોલેજ ઓફ ઓસ્ટીયોપેથિક મેડીસીન તથા ડો.પલ્લવી પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન એન્ડ ધ કોલેજ ઓફ સાયકોલોજીનું નિર્માણ થવામાં છે.

વિદેશમાં વસતા કોઇ ભારતીય સમુદાયની વ્યકિતને આ રીતે જવલ્લે જ મળતા સન્માનનાં ડો. કિરણ પટેલનો સમાવેશ થયો છે.