Bharuch/ કલબફૂટ ડીસીઝનો ઈલાજ શક્ય, ભરૂચમાં 35 બાળકોને મળ્યું નવું જીવન

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 2 લાખ બાળકો ક્લબફૂટની જન્મજાત ખોડ સાથે જન્મે છે. ભારતમાં દર વર્ષે 50000 અને ગુજરાતમાં 2000 બાળકો ક્લબફૂટ સાથે જન્મે છે.

Top Stories Gujarat Others
jetpur 3 3 કલબફૂટ ડીસીઝનો ઈલાજ શક્ય, ભરૂચમાં 35 બાળકોને મળ્યું નવું જીવન
  • ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડ્રોપ આઉટ બાળકો માટે 4 ડિસેમ્બર સુધી કેમ્પનું આયોજન
  • દર 1 હજાર બાળકોએ એકને થતા કલબફૂટ ડીસીઝનો ઈલાજ શક્ય
  • ભરૂચમાં 35 બાળકોને મળ્યું નવું જીવન
  • દેશમાં દર વર્ષે 50000 અને ગુજરાતમાં 2000 બાળકોનો ક્લબફૂટ સાથે જન્મ
  • વાંકા પગ હોવા પાછળ વારસાગત સમસ્યા અથવા ગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભની આજુબાજુ એમ્નીઓટિક પ્રવાહીની ઉણપ જવાબદાર

કલબફૂટ એટલે કે જન્મજાત વાંકા પગ ધરાવતા બાળકોની સારવાર અને જનજાગૃતિ માટે ક્યોંર ઇન્ટરનેશન ઇન્ડિયા દ્વારા રાજ્ય સરકારના સહયોગમાં એક સપ્તાહના કેમ્પનું આયોજન હાથ ધરાતા ભરૂચ સિવિલ હિસ્પિટલ ખાતે કેમ્પનો શુભારંભ કરાયો છે.

jetpur 3 કલબફૂટ ડીસીઝનો ઈલાજ શક્ય, ભરૂચમાં 35 બાળકોને મળ્યું નવું જીવન

જન્મજાત વાંકા પગ હોવા પાછળ વારસાગત સમસ્યા હોય શકે અથવા ગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભની આજુબાજુ એમ્નીઓટિક પ્રવાહીની ઉણપ જવાબદાર હોય છે. આધુનિક સારવાર પદ્ધતિમાં હવે ક્લબફૂટની સફળ સારવારથી બાળકને નવુજીવન હવે શક્ય બન્યું છે. આ સારવાર બાદ બાળકના પગ સારા થાય છે. તે નોર્મલ બાળકની જેમ હરિ ફરી શકે છે. ગુજરાતમાં રાજ્ય સરકાર સાથે મળી ક્યોંર ઇન્ટરનેશનલ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા 25 જેટલી સરકારી હોસ્પિટલોમાં ક્લબફૂટની પોનસેટી પદ્ધતિ દ્વારા સારવારનું અભિયાન હાથ ધરાયુ છે. જેમાં 29 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી જનજાગૃતિ તથા સારવાર કેમ્પનું આયોજન થતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તેનો શુભારંભ કરાયો છે. જે ક્લબફૂટ ધરાવતા બાળકો માટે આશીર્વાદ રૂપ બની રહેશે.

jetpur 3 1 કલબફૂટ ડીસીઝનો ઈલાજ શક્ય, ભરૂચમાં 35 બાળકોને મળ્યું નવું જીવન

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ક્યોંર ઇન્ટરનેશનલ ઇન્ડિયા ટ્રસ્ટના કો ઓર્ડીનેટર અને કાઉન્સેલર તરીકે ફરજ બજાવતા સેસીલ ઈસાઈના કહેવા મુજબ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કુલ 72 જેટલા બાળકો સારવાર લઈ રહ્યા છે. જેમાં 35 જેટલા બાળકો સારા થયા છે. તેઓ સારી રીતે ચાલી શકે છે. અન્ય બાળકોની સારવાર ચાલુ છે.

jetpur 3 4 કલબફૂટ ડીસીઝનો ઈલાજ શક્ય, ભરૂચમાં 35 બાળકોને મળ્યું નવું જીવન

મલ્ટીપ્લાસ્ટરની શુ છે પોનસેટી પદ્ધતિ ?

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ક્લબફૂટની સારવાર કરતા ડૉ. કુણાલ ચાંપાનેરી એ જણાવ્યું હતું કે, હવે પોનસેટી પદ્ધતિ ઘ્વારા ક્લબફૂટ ધરાવતા બાળકની સારવાર કરવામાં આવે છે. જેમાં બાળકના વાંકા પગમાં મલ્ટીપલ પ્લાસ્ટર કરવામાં આવે છે. દર અઠવાડિયા અથવા દશ દિવસે પ્લાસ્ટર બદલવામાં આવે છે. છ થી આંઠ વખત પ્લાસ્ટર કરવામાં આવે છે. છેલ્લા પ્લાસ્ટર વખતે પગની એડી પાસે નાનું ઓપરેશન કરવામાં આવે છે. પોનસેટી પદ્ધતિથી બાળકના પગ નોર્મલ થાય છે. બાળક ચાલી શકે છે અને શાળાએ પણ જઈ શકે છે. જોકે જન્મ થવાના થોડા સમયમાં જ અને નિયમિત સારવાર લેવામાં આવે તો સારું પરિણામ મળે છે. બાળકના પગ ફરી વાંકા ન થઈ જાય તે માટે તેને ડેનિસ બ્રાઉન્ડસ્ પ્લીન્ટ બુટ આપવામાં આવે છે.

દર એક હજારે એક બાળકને ક્લબફૂટની સમસ્યા

એક અહેવાલ મુજબ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 2 લાખ બાળકો ક્લબફૂટની જન્મજાત ખોડ સાથે જન્મે છે. ભારતમાં દર વર્ષે 50000 અને ગુજરાતમાં 2000 બાળકો ક્લબફૂટ સાથે જન્મે છે. દર એક હજારે એક બાળક ક્લબફૂટ સાથે જન્મે છે. છોકરીઓ કરતા છોકરાઓમાં ક્લબફૂટ થવાની શક્યતાઓ વધારે હોય છે. કેટલાક લોકો ક્લબફૂટ ને થવાની શક્યતાઓ વધારે હોય છે. કેટલાક લોકો ક્લબફૂટ ને પોલિયો સમજે છે જે ગેરસમજથી ભરેલું છે.

બનાસકાંઠા / ગુજરાતની સૌથી મોટી ગામપંચાયત, દિયોદરમાં જામ્યો રસાકસી ભર્યો ચૂંટણીનો જંગ

પુસ્તક પરબ / વાંચનપ્રેમી ભરતભાઈએ ગામમાં બનાવી લાઈબ્રેરી

આત્મનિર્ભર / આવો મળીએ એક એવા વિરલાને જે હાથ ગુમાવ્યા બાદ પણ પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે…