અમદાવાદ/ મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ

5 જૂન 2023ના રોજ મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ આઝાદીના અમૃત મહોસ્ત્વ અંતર્ગત 75 લાખ વૃક્ષો વાવાનો અભિયાનનો પ્રારંભ કરાયો છે.

Top Stories Ahmedabad Gujarat
વૃક્ષો વાવો અભિયાન

આજે સમ્રગ વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે 5 જૂન 2023ના રોજ મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ આઝાદીના અમૃત મહોસ્ત્વ અંતર્ગત 75 લાખ વૃક્ષો વાવાનો અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Untitled 20 5 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વૃક્ષ વાવીને 75 લાખ વૃક્ષા રોપણ અભિયાનનું શુભારંભ કર્યો છે. આ અભિયાનમાં મંતવ્ય ન્યૂઝના ડાયરેક્ટર જીગ્નેશ પટેલ, ડાયરેક્ટર રાકેશ પટેલ, એડિટર ઇન ચીફ લોકેશ કુમારઅને એસો. એડિટર પ્રફુલ ત્રિવેદીએ પણ વૃક્ષા રોપણ કર્યું હતું. સાથે સાથે ધારાસભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા.

Untitled 20 8 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સહભાગી બન્યું. જેમાં ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ અને સેન્દીંગ કમિટી ચેરમેન રીતેશ બારોટ સહિતના અધિકારીઓ અને પદઅધિકારીઓ હાજર રહ્યા હતા. એટલું જ નહીં આ અભિયાનના હાજર રહેલા મહેમાનોએ પણ વૃક્ષા રોપણ કર્યું છે.

 

Untitled 20 10 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ

વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો- આ સુત્ર આજે પૃથ્વી પરના પર્યાવરણની જાળવણી માટે જીવનમંત્ર બનાવવાની જરૂરીયાત વરણ સતત બદલાઈ રહ્યું છે અને વિવિધ પડકારોનો સામનો કરી રહ્યું છે જે તેની ટકાઉપણાને જોખમમાં મૂકે છે. આબોહવા પરિવર્તન, વન નાબૂદી, પ્રદૂષણ અને વસવાટનો વિનાશ એ કેટલીક સમસ્યાઓ છે જેનો પર્યાવરણને સામનો કરવો પડે છે.

Untitled 20 9 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ

જમીનનું ધોવાણ અટકાવવા માટે વૃક્ષો પણ મહત્વપૂર્ણ છે. તેમના મૂળ જમીનને લંગરવામાં મદદ કરે છે અને તેને વરસાદ અથવા પવનથી ધોવાઈ જતા અટકાવે છે. વૃક્ષો તેમના ખરી પડેલાં પાંદડાં અને ડાળીઓ દ્વારા જૈવિક પદાર્થો ઉમેરીને જમીનની ફળદ્રુપતા જાળવવામાં પણ મદદ કરે છે. તંદુરસ્ત ઇકોસિસ્ટમ જાળવવા માટે આ મહત્વપૂર્ણ છે, કારણ કે છોડ અને અન્ય જીવોના વિકાસ માટે ફળદ્રુપ જમીન જરૂરી છે.

Untitled 20 7 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ

આ પણ વાંચો:પત્ની અને તેના પ્રેમીને કેરબામાંથી પીવડાવ્યુ કેફી પીણું…પછી ઢોર માર-મારતો બનાવ્યો વીડિયો.. વાંચો સનસનાટીભરી ઘટના

આ પણ વાંચો:સુરતમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાના ચક્કરમાં પાંચ યુવાનો ગયા જેલમાં

આ પણ વાંચો:અકસ્માતમાં પુત્રને ખોપડી નીકળી ગઈ, માતા ખોળામાં લઇ બેસી રહી…

આ પણ વાંચો:ગુજરાતની ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો આનંદોઃ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આજથી અમલી