શાળાઓ ખૂલશે/ CM મમતા બેનર્જીએ કરી જાહેરાત,બંગાળમાં 15 નવેમ્બરથી શાળાઓ ખુલશે

સીએમ મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે રાજ્યમાં 15 નવેમ્બરથી શાળાઓ ખોલવામાં આવશે. આ દરમિયાન શાળાઓ માટે કોવિડ -19 માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે

Top Stories India
bangal CM મમતા બેનર્જીએ કરી જાહેરાત,બંગાળમાં 15 નવેમ્બરથી શાળાઓ ખુલશે

કોરોના મહામારીની બીજી લહેર નબળી પડ્યા બાદ, કોવિડ -19 સુરક્ષા પ્રોટોકોલને પગલે ઘણા રાજ્યોમાં શાળાઓ અને કોલેજો ઓફલાઇન ચલાવવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે દુર્ગા પૂજા બાદ શાળાઓ ખોલવામાં આવશે. આજે સીએમ મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે રાજ્યમાં 15 નવેમ્બરથી શાળાઓ ખોલવામાં આવશે. આ દરમિયાન શાળાઓ માટે કોવિડ -19 માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સિલીગુડીમાં ઉત્તર કન્યા ખાતે યોજાયેલી વહીવટી બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ 15 નવેમ્બરથી શાળા ખોલવાની તૈયારીઓ અંગે મુખ્ય સચિવ એચ.કે.દ્વિવેને સૂચના આપી હતી.ઉલ્લેખનીય છે કે સીએમ મમતા બેનર્જી રવિવારે ઉત્તર બંગાળ પહોંચ્યા હતા અને આજે તેમણે સિલીગુડીમાં વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી અને શાળા ખોલવાની જાહેરાત કરી.તેમણે મુખ્ય સચિવને શાળાઓ અને કોલેજોને સંપૂર્ણપણે સ્વચ્છ કરવાની સૂચના પણ આપી છે.

બંગાળ સરકારે તમામ સરકારી અને સહાયિત શાળાઓને આ સપ્તાહ સુધીમાં સ્વચ્છતા સંબંધિત તમામ કામગીરી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ઓક્ટોબરના અંત સુધીમાં પ્રથમ સેનિટાઈઝેશન પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે અને બીજી સેનિટાઈઝેશન શાળા ફરી શરૂ થાય તે પહેલા કરવામાં આવશે. પરંતુ આ સંભવિત ત્રીજા લહેર માટે અગમચેતી પગંલા લીધા છે. જોકે બંગાળમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. અહીં ચેપના કેસ લગભગ 1 ટકા છે.