શ્રદ્ધાંજલિ/ CM રૂપાણીએ માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની કરી જાહેરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. માધવસિંહ સોલંકીની અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે.

Top Stories Ahmedabad Gujarat
a 102 CM રૂપાણીએ માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની કરી જાહેરાત

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભારતના પૂર્વ વિદેશ મંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીનું શનિવારે 93 વર્ષની વયે નિધન થયું છે. માધવસિંહ સોલંકી પોતાના જીવનકાળમાં 4 વખત ગુજરાતના મુખ્યમંત્રી  રહી ચૂક્યાં છે. માધવસિંહ સોલંકીના અવસાન પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. માધવસિંહ સોલંકીની અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે.સાથે જ રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રી મંડળની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠક માં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 1980ના દાયકામાં તેઓ પોતાના ખામ થિયરી માટે જાણીતા હતા. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી.

રાજકીય પ્રવાસ

ગુજરાતમાં કુશળ રાજકારણી તરીકે તેમની છબી હતી. મુખ્ય પ્રધાન પદ તથા કેન્દ્રીય વિદેશ મંત્રીના પદથી હટાવ્યા પછી તેઓ ક્યારે પણ રાજકારણમાં સક્રિય રહ્યા નહીં અને રાજ્ય અને દેશની રાજનીતિ વિશે ક્યારે પણ નિવેદન આપ્યા નહીં, કે તેઓ એક રાજકીય પૃષ્ઠભૂમિમાં જીવન જીવી રહ્યા હતા. તેમનો પુત્ર ભરતસિંહ સોલંકી ગુજરાતના ગતા રાજ્યસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના ઉમેદવાર હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા. ભરતસિંહ પણ ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને તાજેતરમાં તેમના પરિવારના સભ્ય અમિત ચાવડા ગુજરાત કૉન્ગ્રેસની કમાન સંભાળી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો