Not Set/ CM રૂપાણીની સંવેદનશીલતા ફરી એક વખત આવી સામે, પૂજ્ય હરિચરણદાસજી બાપુને રાજકોટ લાવવા સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી આપી

CM રૂપાણીની સંવેદનશીલતા ફરી એક વખત જોવા મળી હતી. શ્રી હરિચરણદાસજી બાપુને ત્વરીત ધોરણે અયોધ્યાથી રાજકોટ સારવાર માટે ખસેડવામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મદદરૂપ બન્યા હતા અને પૂજ્ય બાપુને રાજકોટ લાવવા સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી આપી પરમ પૂજ્ય ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી હરિચરણદાસજી બાપુ અયોધ્યામાં સ્નાન દરમિયાન બાથરૂમમાં પડી ગયા હતાં. પ્રાથમિક તપાસમાં તબીબોએ શ્રી હરિચરણદાસજી બાપુનાં […]

Gujarat Rajkot Others
bapu cm CM રૂપાણીની સંવેદનશીલતા ફરી એક વખત આવી સામે, પૂજ્ય હરિચરણદાસજી બાપુને રાજકોટ લાવવા સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી આપી

CM રૂપાણીની સંવેદનશીલતા ફરી એક વખત જોવા મળી હતી. શ્રી હરિચરણદાસજી બાપુને ત્વરીત ધોરણે અયોધ્યાથી રાજકોટ સારવાર માટે ખસેડવામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મદદરૂપ બન્યા હતા અને પૂજ્ય બાપુને રાજકોટ લાવવા સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી આપી

પરમ પૂજ્ય ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી હરિચરણદાસજી બાપુ અયોધ્યામાં સ્નાન દરમિયાન બાથરૂમમાં પડી ગયા હતાં. પ્રાથમિક તપાસમાં તબીબોએ શ્રી હરિચરણદાસજી બાપુનાં થાપાનાં ભાગમાં ઇજા પહોંચી હોવાનું અને ઓપરેશન કરવાનું જણાવ્યું હતું. અયોધ્યામાં શ્રી હરિચરણદાસજી બાપુ પડી ગયા છે અને તેમને તાત્કાલિક સારવારની જરૂર છે એવી જાણ ગુજરાત રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને થતાની સાથે જ તેમણે પૂજ્ય બાપુને રાજકોટ લાવવા સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી આપી હતી.

આમ, શ્રી હરિચરણદાસજી બાપુને ત્વરીત ધોરણે અયોધ્યાથી રાજકોટ સારવાર માટે ખસેડવામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મદદરૂપ બન્યા હતા. આટલું જ નહીં વિજયભાઈ રૂપાણીએ લાગતા-વળગતાઓ સાથે સતત સંપર્કમાં રહીને શ્રી હરિચરણદાસજી બાપુના ખબર-અંતર જાણ્યા હતા અને તેમની સારવાર સત્વરે થાય તે માટે સહાયરૂપ બન્યા હતા. લોહાણા સમાજનાં ગુરુદેવ શ્રી હરિચરણદાસજી બાપુને સારવાર અર્થે પ્લેન દ્વારા રાજકોટ લાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં સંવેદનશીલ હોવાનો પૂરાવો અનેકવાર મળતો રહે છે, તેઓની શાસન પ્રણાલીમાં વિવિધસ્તરે સંવેદનશીલતા અનુભવાતી રહે છે. સીએમ એટલે ‘ચીફ મીનીસ્ટર’ નહીં પરંતુ ‘કોમન મેન’નાં અર્થને સાર્થક કરતા અને ‘મુખ્યમંત્રી’ નહીં પરંતુ ‘મુખ્યસેવક’ની ઓળખ ધરાવતા વિજયભાઈ રૂપાણીની ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે છલકતી સંવેદના અવારનવાર જોવા મળે છે. કાળા માથાનાં સંવેદનશીલ માનવમાત્ર રહી પ્રત્યેક વ્યક્તિની લાગણી-માંગણી સમજવી-સ્વીકારવી તેમજ સૌની કાળજી લેતા-કરતા તેઓને બખૂબી આવડે છે.

વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલતા પ્રગટ કરતા એક નહીં અનેક કિસ્સાઓ છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્ત લોકો વચ્ચે જન્મદિવસ ઉજવવાનો હોય કે સરહદ પર સૈનિકો સાથે તહેવારોની ઉજવણી હોય કે પછી અકસ્માતમાં મૃત્યુ પામનારાઓને સહાય આપવાની કે વિપક્ષ નેતાનાં પરિવારજનનાં મૃત્યુ પર સાંત્વના પાઠવવાની હોય.. વિજયભાઈ ગુજરાત આખાને પોતાનું પરિવાર સમજી સદાય સેવા કરવા તત્પર-તૈયાર રહે છે. હાલમાં જ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોહાણા સમાજના ગુરુદેવ શ્રી હરિચરણદાસજી બાપુને સારવાર અર્થે પ્લેન દ્વારા અયોધ્યાથી રાજકોટ લાવવામાં સહાયક બની ફરી એકવાર સંવેદનશીલ મુખ્યમંત્રી હોવાનું પુરવાર કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.