Not Set/ વાપી / બલિઠા ગામે આવેલ ખાનગી કંપનીઓમાં વપરાતો કોલસો, સ્થાનિકો માટે જીવલેણ

વલસાડ જિલ્લાના વાપી માં દિવસે ને દિવસે પોલ્યુશન ની  ફરિયાદો ઉઠી રહી છે ત્યારે વાપી નજીક આવેલ બલિઠા અને મોરાઈ ગામ પાસે આવેલી કંપનીમાં વપરાતો કોલસો સ્થાનિક લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે લોકો ને રહેવા ની તખલીફ પડી રહી છે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાપી નજીક આવેલ બલિઠા ગામે આવેલ ખાનગી કંપની […]

Gujarat Others
03 12 2019 girl13 19811171 93346423 1 વાપી / બલિઠા ગામે આવેલ ખાનગી કંપનીઓમાં વપરાતો કોલસો, સ્થાનિકો માટે જીવલેણ

વલસાડ જિલ્લાના વાપી માં દિવસે ને દિવસે પોલ્યુશન ની  ફરિયાદો ઉઠી રહી છે ત્યારે વાપી નજીક આવેલ બલિઠા અને મોરાઈ ગામ પાસે આવેલી કંપનીમાં વપરાતો કોલસો સ્થાનિક લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે લોકો ને રહેવા ની તખલીફ પડી રહી છે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

વાપી નજીક આવેલ બલિઠા ગામે આવેલ ખાનગી કંપની ઓમાં વપરાતો કોલસો હવે લોકો માટે જીવલેણ સાબિત થતો જઇ રહ્યો છે. કંપની માંથી 24 કલાક કોલસાની કણ ઉડે છે અને આજુબાજુના રહેઠાણ વિસ્તારમાં ફેલાય છે. હવા મારફતે જેથી લોકો નું ત્યાં રહેવાનું મુશ્કેલ બની ગયું છે. વરસોથી આ વિસ્તારમાં વસવાટ કરતા લોકો ને હવે હવામાં શ્વાસ કેવી રીતે લેવું એ એક સવાલ ઉઠી રહ્યો છે.

લોકો એ કરેલ શાકભાજીની  નિ ખેતી ખરાબ થઈ ગઈ છે આજુબાજુ માં આવેલ આંબાની વાડીઓ પણ ખરાબ થઈ ચૂકી છે તો બીજી તરફ લોકોના ઘરો પર,  ઘરની અંદર,  ઘરના આંગણામાં, પીવાના પાણીમાં, લોકોના મોઢાંમાં,  શ્વાસ લેતી વખતે લોકો એને ગળી જાય છે.  તો કેટલાક લોકો શ્વાસ ની બીમારી ખાંસી ની બીમારીઓ ગળા ની બીમારી ઓ થઈ ચૂકી છે.

મોટા ભાગે રાત્રી ના સમયે કોલસો કંપનીઓમાં વધુ વપરાય છે.  જેથી સવારે લોકો ઉઠે છે, ત્યારે ચારેય તરફ કાળું કાળું જ વાતાવરણ રહે છે જેનાથી લોકો પરેશાન છે અનેક રજૂઆતો છતાં પોલ્યુશન બોર્ડ પણ કોઈ પગલાં ભરતું નથી ત્યારે આવનારા દિવસોમાં જો કોલસાના કણના કારણે લોકોના મૃત્યુ થાય તે નવાઈ ની વાત નહિ જેથી સ્થાનિક લોકો ની એજ માંગ છે કે આ પોલ્યુશન અટકે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.