ગુજરાત/ રાજયમાં આગામી 3 થી 4 દિવસ ઠંડીનો પારો પટકાશે, લોકોને કાતિલ ઠંડીમાઠી મળશે રાહત

હિલ સ્ટેશન માઉન્ટ આબુનું તાપમાન છેલ્લા ઘણા દિવસોથી માઈનસમાં નોંધાઈ રહ્યું છે ત્યારે ગુરુવારે પણ તાપમાનમાં ફરી ઘટાડો નોંધાતા સાર્વત્રિક બરફની ચાદર પથરાઈ હતી

Gujarat
Untitled 49 1 રાજયમાં આગામી 3 થી 4 દિવસ ઠંડીનો પારો પટકાશે, લોકોને કાતિલ ઠંડીમાઠી મળશે રાહત

રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી દેશની ઉત્તરીય ભાગમાં હિમવર્ષા થઈ રહી છે.  જેમાં તેની અસરથી દેશના તમામ ભાગોમાં ઠંડા પવન ફૂંકાઈ રરહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે સૌરાષ્ટ્રમાં આજથી ઠંડીનું જોર ઘટ્યું છે અને આગામી 3 થી 4 દિવસ પારો પટકાશે અને તાપમાન 12 થી 15 ડીગ્રી સુધી રહે તેવી સંભાવના જોવા  મળી  રહી છે .

જે અંતર્ગત આજે સવારે નલિયા 34.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ઉપરાંત રાજ્યના વિવિધ શહેરમાં દિવસનું તાપમાન સામાન્યથી ઓછું રહેવાની સાથે સાથે દિવસભર સૂસવાટા મારતા પવનને કારણે લોકો દિવસે પણ ઠુંઠવાઈ રહ્યા છે. આજે પણ વાસી ઉત્તરાયણના દિવસે સવારથી જ પવનની ગતિ તેજ જોવા મળી હતી અને પતંગ રસિકો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

આ  પણ  વાંચો:સાવધાન! / જમ્મુ-કાશ્મીર સરકારે નવો આદેશ જારી કર્યો, કોરોનાનાં કેસમાં વધારો થતા લાગુ કર્યુ વીકેન્ડ કર્ફ્યુ

રાજકોટનું આજે લઘુતમ તાપમાન 9.7 ડીગ્રી રહેવા પામ્યું હતું અને 10 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત અમદાવાદનું 9.6, ભુજનું 9.6, ડીસાનું 9.2, કંડલાનું 12.8, પોરબંદરનું 13, સુરતનું 14.2 અને વેરાવળનું 14.7 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુનું તાપમાન છેલ્લા ઘણા દિવસોથી માઈનસમાં નોંધાઈ રહ્યું છે ત્યારે ગુરુવારે પણ તાપમાનમાં ફરી ઘટાડો નોંધાતા સાર્વત્રિક બરફની ચાદર પથરાઈ હતી.માઉન્ટ આબુમાં ફરી અડઢો ડિગ્રી તાપમાનમાં ફરી અડધો ડિગ્રીનો ઘટાડો થતાં માઉન્ટ આબુ શહેરનું તાપમાન માઈનસ 4.5 ડિગ્રી જેટલું નીચું નોંધાયું હતું. જે જાન્યુઆરી મહિનાનું સૌથી નીચું તાપમાન હોવાનું સામે આવ્યું છે.

આ પણ  વાંચો:Covid-19 / દેશમાં આજે નોંધાયા અઢી લાખથી વધુ કોરોનાનાં નવા કેસ, 402 લોકોનાં થયા મોત