હવામાન વિભાગ/ રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો, કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ઠંડીનો માહોલ જામી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 72 કલાકમાં કોલડવેવની આગાહી કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat Others Trending
bandk 6 રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો, કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ઠંડીનો માહોલ જામી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 72 કલાકમાં કોલડવેવની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યના  કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં  કોલ્ડવેવ સાથે  ધ્રુજાવી દેતી ટાઢનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.  સીધા ઠંડા પવનો જ્યાં આવે છે તે કચ્છના નલિયામાં પારો ગગડીને 4.6 સે.સુધી નીચે ઉતરી ગયો હતો તો કંડલા 9.9, ભૂજ 11 સાથે સમગ્ર કચ્છમાં કાતિલ ઠંડીની અસર સૌરાષ્ટ્રમાં વ્યાપકપણે થઈ હતી અને કેશોદ 10.3, જામનગર 10.5, રાજકોટ 11 સે.તાપમાન નોંધાયું હતું.

તો નસવાડી તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો  છે. વહેલી સવારથી ગાઢ ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધુમ્મસને કારણે વાહન ચાલકોને  ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

તો હવામાન વિભાગ દ્વારા જુનાગઢ, પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કાતિલ  ઠંડીની ચેતવણી આપવામાં આવી છે. આગામી ત્રણથી ચાર દિવસ એટલે કે રવિવાર સુધી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને અમદાવાદ, ગાંધીનગર, સહિત ઉત્તર ગુજરાતમાં હજુ પણ તાપમાન માં ભારે ઘટાડો નોંધાઈ શકે છે.  અને કેટલાક સ્થળોએ પારો 10 સે.નીચે પણ ઉતરે તેવી આગાહી કરી છે. રાજ્યમાં હાલ ઉત્તર-પૂર્વના પવન નીચલા લેવલે ફૂંકાઈ રહ્યા છે જે ઠંડાગાર પવનોથી તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી રહ્યો છે.

Covid-19 Update / યુકેમાં કોરોનાનો મહાવિસ્ફોટ, અમેરિકામાં કોરોનાના કેસ બમણા થયા

સુરત / પાંડેસરામાં બાળકી પર દુષ્કર્મ કેસમાં આજે કોર્ટ આરોપીને ફટકારી શકે છે આકરી સજા

પશ્ચિમ બંગાળ / યુનેસ્કોએ બંગાળની દુર્ગા પૂજાને હેરિટેજ લિસ્ટમાં કરી સામેલ