કોણ અટકાવશે?/ કોલેજનું પેપર પણ ફૂટ્યું..! હવે બાલમંદિરનું પેપર ફૂટવાનું બાકી…

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ બીકોમ સહિતની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલાં ફૂટ્યું હોવાનો સેનેટ સભ્યે આક્ષેપ કર્યો છે.

Gujarat Others
પેપર ફૂટ્યું

ગુજરાતમાં પરીક્ષાનું પેપર ફૂટવું હવે તો જાણે સામાન્ય વાત થઇ ગઈ છે. હાલમાં ચાલી રહેલી કોલેજની પરીક્ષાનું પેપર ફૂટતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે બુધવારે બેચરલ ઓફ કોમર્સના છઠ્ઠા સેમેસ્ટરનું પેપર ફૂટ્યું છે. વીર નર્મદ યુનિવર્સિટીમાં બુધવારે ઈકોનોમીક્સના પેપરના એક કલાક પૂર્વે જ આ પેપર ફૂટતા  સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પરીક્ષાના એક કલાક પહેલાં જ સેનેટ સભ્યની ફરિયાદને આધારે યુનિવર્સિટીએ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. નોંધનીય છે કે, રાજ્યની વધુ એક યુનિવર્સિટીમાં પેપર ફૂટવાની ઘટનાથી હવે વિદ્યાર્થીઓ અકળાયા છે.

પેપર લીકના આક્ષેપ વચ્ચે કુલપતિએ આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય આગામી પાંચ બાકી વિષયોના પેપરો પણ રદ્દ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે વીસીએ પેપર ફૂટ્યાંના દાવાને નકાર્યો હતો અને કહ્યું હતુ કે પ્રશ્નપત્રના પેપર ભૂલથી ખુલી જતા પેપર રદ કરવામાં આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પાસે ઇકોનોમિક્સ સેમેસ્ટર-6ના સવાલો ફરતા થયા હતા.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ આજ યુનિવર્સિટીમાં છબરડો સામે આવ્યો હતો. કરોડો રૂપિયા ઓનલાઈન એક્ઝામ લેવામાં ખર્ચવામાં આવે છે તેમ છતાં કોઈ ન કોઈ રીતે કોઈ ક્ષતિના કારણે પરીક્ષામાં છબરડા જરૂર જોવા મળે છે. ત્યારે વધુ એક છબરડો કોમ્પ્યુટર સાયન્સ સેમેસ્ટર-4 ની ઓનલાઇન પરીક્ષામાં જોવા મળ્યો હતો. બિઝનેસ સિસ્ટમ વિષયના બદલે સેમેસ્ટર-3 નું આઇ.ડી.સીનું પ્રશ્નપત્ર અપલોડ થયુ હતુ. આ છબરડાના કારણે દોઢ કલાક પરીક્ષા મોડી લેવાઇ હતી.

આ પણ વાંચો: શાળાઓ બંધ રહેશે કે નહીં? જાણો DDMAની બેઠકમાં લેવાયેલો નિર્ણય

મંતવ્ય