દુષ્કર્મ/ વડોદરામાં ફાયર ઓફિસર સામે નોંધાઈ ફરિયાદ, મહિલાએ લગાવ્યો સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યાનો આરોપ

વડોદરાના મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સામે યુવતીએ ફરિયાદ નોંધાવી છે જેમાં યુવતીએ આરોપ લગાવ્યા કે પરિણીત હોવા છતાં નિકુંજે  યુવતીને ફસાવી યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.

Gujarat Vadodara
ફાયર ઓફિસર

વડોદરામાં ફાયર ઓફિસર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. વડોદરાના મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સામે યુવતીએ ફરિયાદ નોંધાવી છે જેમાં યુવતીએ આરોપ લગાવ્યા કે પરિણીત હોવા છતાં નિકુંજે  યુવતીને ફસાવી યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેની સાથે ગોવા અને અમદાવાદની હોટલમાં દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવાયો છે. માંજલપુર આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

અમદાવાદની યુવતીએ તેના પતિ સાથે છુટાછેડા લીધા હતા. તેની બહેન મારફતે તેને ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સાથે મુલાકાત થઇ હતી. ત્યારબાદ બંને મળતા હતા. નિકુંજે પોતાની ઓળખાણ ફાયર ઓફિસર તરીકે આપીને પોતાના છુટાછેડા થયા હોવાનું જણાવ્યું હતું અને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે નિકુંજ આઝાદે યુવતી સાથે વડોદરાના સરકારી ક્વાર્ટરમાં અનેક વખત શારીરિક સંબધ રાખ્યા હતા. નિકુંજે તેને વડોદરા બોલાવી હતી અને લગ્નની લાલચ આપીને યુવતીની મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધ્યા હતા.

આ ઉપરાંત યુવતીને ગોવા તથા અમદાવાદની હોટલમાં લઈ જઈને પણ તેની સાથે દુષ્કર્મ અને અકુદરતી સેકસ કર્યું તેવા આક્ષેપ યુવતી એ કર્યા હતા.

ફાયર ઓફિસર નિકુંજે યુવતીને વડોદરામાં ઘર લઈ આપ્યું હતું, જ્યાં યુવતીની જાસૂસી કરવા ઘરમાં કેમેરા પણ ફીટ કરાવ્યા હોવાનો આરોપ યુવતીએ લગાવાયો છે.આરોપ મુજબ નિકુંજ આઝાદે પોતાની પત્ની હોવા છતાં યુવતી સાથે નવા ઘરમાં જ ફૂલહાર કરી બીજા લગ્ન પણ કરી લીધાં હતા. એટલું જ નહીં પણ તેણે યુવતી સાથે કરેલા દુષ્કર્મનો વિડિયો પણ બનાવ્યો હતો અને પોતાના લેપટોપ અને મોબાઈલમાં રાખ્યો હતો.યુવતીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આરોપી નિકુંજ આઝાદ યુવતી સાથે દુષ્કર્મ અને અકુદરતી સેકસ કરતા સમયે પોર્ન વિડિયો જોતો હતો.

આ પણ વાંચો:ધોલેરામાં ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના મોત

આ પણ વાંચો:ભગવાન શિવની વેશભૂષા ધારણ કરનાર વ્યક્તિની ધરપકડ, જાણો શું છે મામલો

આ પણ વાંચો:દેશમાં સર્જાયેલા ‘કાલી’ વિવાદ પર પીએમ મોદીએ જાણો શું કહ્યું….