South Gujarat-Rain/ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર ક્યાંક મેઘકહેર ન બની જાય તેની ચિંતા

ગુજરાતના ચોમાસામાં દર વખતની જેમ આ વખતે પણ દક્ષિણ ગુજરાત પર ચોમાસાની વિશેષ કૃપા રહી છે. દક્ષિણ ગુજરાતમાં જબરજસ્ત મેઘમહેર જોવા મળી રહી છે અને હવે ચિંતા એ છે કે આ મેઘમહેર ક્યાંક મેઘકહેર ન બની જાય.   

Top Stories Gujarat
South Gujarat Rain દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર ક્યાંક મેઘકહેર ન બની જાય તેની ચિંતા

ગુજરાતના ચોમાસામાં દર વખતની South Gujarat Rain જેમ આ વખતે પણ દક્ષિણ ગુજરાત પર ચોમાસાની વિશેષ કૃપા રહી છે. દક્ષિણ ગુજરાતમાં જબરજસ્ત મેઘમહેર જોવા મળી રહી છે અને હવે ચિંતા એ છે કે આ મેઘમહેર ક્યાંક મેઘકહેર ન બની જાય.

સુરત સહિતના વિસ્તારોમાં અતિભારે South Gujarat Rain વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર છે. આગાહીને પગલે જિલ્લાના અધિકારીઓને ફરમાન જાહેર કર્યું છે. જેમાં અધિકારીઓને 28 જૂનથી 3 જુલાઈ સુધી હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, સુરત સહિતના વિસ્તારોમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.

Navsari Rain દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર ક્યાંક મેઘકહેર ન બની જાય તેની ચિંતા

સુરત જિલ્લામાં સૌથી વધુ મહુવા તાલુકામાં વરસાદ South Gujarat Rain નોંધાયો છે. જેને લઈ મહુવા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નવસારી શહેર સહિત જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. પવન સાથે વરસાદ પડતા શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં ખાસ કરીને મંકોડિયા, ધાનેરા પોઇન્ટ પાસે વરસાદી પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

તાપી જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર South Gujarat Rain વરસાદ વરસી રહ્યો છે. વરસાદની આગાહી વચ્ચે સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ સહિતના તાલુકામાં વરસાદી માહોલ છે. મહત્વનું છે કે, તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વાલોડ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

Tapi દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર ક્યાંક મેઘકહેર ન બની જાય તેની ચિંતા

ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ South Gujarat Rain જામ્યો છે. ભારે વરસાદને પગલે જિલ્લાની નદિઓ બે કાંઠે વહેતી થઈ છે. ખાસ કરીને જિલ્લાની અંબિકા, પૂર્ણા તેમજ ખપારી નદી બે કાંઠે વહેતી થઈ છે. મહત્વનું છે કે, ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વધઈ તાલુકામાં નોંધાયો છે.

ભારે વરસાદ બાદ હવે દક્ષિણ સોનગઢના South Gujarat Rain જંગલનું સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. જંગલ વિસ્તારોના નાના-મોટા ઝરણા, ધોધ ફરી જીવંત થયા છે. સોનગઢનો ચીમેર ગામે આવેલ ચિમેર ધોધ ફરી જીવંત થયો છે. મહત્વનું છે કે, ચીમેર ધોધ ગાઢ જંગલની વચ્ચે લગભગ 300 ફૂટની ઊંચાઈ પર છે. બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે જંગલનું સોંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. આ ધોધ નિહાળવા સુરત, બરોડા, દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રના પ્રવાસીઓ આવે છે.

 

આ પણ વાંચોઃ Rajkot Rain/ રંગીલા રાજકોટમાં વરસાદે બોલાવી રમઝમ

આ પણ વાંચોઃ Building Collapse/ અમદાવાદમાં વધુ એક બિલ્ડિંગ ધરાશાયીઃ 30થી વધુ લોકો ફસાયાની શંકા

આ પણ વાંચોઃ Gujarat Heavy Rain/ જૂનાગઢમાં મેઘતાંડવઃ 24 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો, રાજયના 224 તાલુકામાં વરસાદ

આ પણ વાંચોઃ AHMEDABAD RAIN/ ચોમાસાના પ્રારંભમાં જ અમદાવાદ પાણીપાણી

આ પણ વાંચોઃ Tamilnadu/ તમિલનાડુના રાજ્યપાલે મંત્રી સેંથિલ બાલાજીને બરતરફ કરવાનો આદેશ પરત ખેંચ્યો