political crisis/ શ્રીલંકામાં સ્થિતિ વધુ વણસી,પ્રદર્શકારીઓએ PM વિક્રમસિંઘેના ઘરને લગાવી આગ,જુઓ વીડિયો

પીએમએ શરતી રાજીનામું આપવાની જાહેરાત કરી.આ પહેલા 11 મેના રોજ તત્કાલિન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે સમગ્ર પરિવાર સાથે ભાગી ગયા હતા.

Top Stories World
4 14 શ્રીલંકામાં સ્થિતિ વધુ વણસી,પ્રદર્શકારીઓએ PM વિક્રમસિંઘેના ઘરને લગાવી આગ,જુઓ વીડિયો

શ્રીલંકાની આર્થિક પરિસ્થિતિથી ત્રસ્ત લોકોએ શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાન પર કબજો જમાવ્યો હતો. તે જ સમયે, રાષ્ટ્રપતિ તેમના નિવાસસ્થાનથી ભાગી ગયા છે.હાલની પરિસ્થિતિ વધુ વિસ્ફોટક બની છે, હિંસક પ્રદર્શનકારીઓએ વડાપ્રધાનના ઘરને આગ ચાંપી દીધી

 

#WATCH | Sri Lanka: Amid massive unrest in the country, protestors set ablaze the private residence of Sri Lankan PM Ranil Wickremesinghe#SriLankaCrisis pic.twitter.com/BDkyScWpui

— ANI (@ANI) July 9, 2022

વિરોધીઓએ રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનમાં પણ તોડફોડ કરી હતી. બીજી તરફ રેલી દરમિયાન શ્રીલંકાની પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં 30 જેટલા લોકો ઘાયલ થયા હતા.દરમિયાન, સ્થિતિને કાબૂમાં લેવા માટે પક્ષના નેતાઓની એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં નેતાઓએ સર્વસંમતિથી રાષ્ટ્રપતિ અને પીએમના રાજીનામાની માંગ કરી હતી,પીએમએ શરતી રાજીનામું આપવાની જાહેરાત કરી.આ પહેલા 11 મેના રોજ તત્કાલિન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે સમગ્ર પરિવાર સાથે ભાગી ગયા હતા. રોષે ભરાયેલા ટોળાએ કોલંબોમાં રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનને ઘેરી લીધું હતું.રોષે ભરાયેલા દેખાવકારોએ પીએમ રાનિલ વિક્રમસિંઘેના ઘરને આગ ચાંપી દીધી હતી. અગાઉ પોલીસે તેમને રોકવા બળપ્રયોગ કર્યો હતો. તેમના પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા અને વોટર કેનનથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ સુરક્ષામાં તૈનાત અધિકારીઓએ ઘરની બહાર હાજર પત્રકારો પર હુમલો કર્યો, જેના કારણે ભીડ વધુ ગુસ્સે થઈ ગઈ. આ પછી ટોળાએ પીએમના ખાનગી મકાનને આગ ચાંપી દીધી હતી.