Not Set/ સોનિયા ગાંધીને ઝાંસીની રાણી બતાવતા કોંગ્રેસ કાર્યકર્તા હસીબ અહમદ

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ રાજનીતિક પાર્ટીઓનો જોશ હજુ પણ યથાવત છે. પાર્ટી અધ્યક્ષ કે અન્ય વરિષ્ઠ નેતાઓની તુલના કોઇ મહાપુરુષથી કરવી કાર્યકર્તા કે નેતા પોતાનો કર્તવ્ય સમજતા હોય તેવુ લાગી રહ્યુ છે. પરંતુ ક્યારેક વરિષ્ઠ કે મોટા હોદ્દા પર બેઠેલે નેતાઓને ખુશ કરવાના ચક્કરમાં તે દુનિયાની સામે પાર્ટીનો મઝાક બનાવી બેસે છે […]

India
RDESController સોનિયા ગાંધીને ઝાંસીની રાણી બતાવતા કોંગ્રેસ કાર્યકર્તા હસીબ અહમદ

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ રાજનીતિક પાર્ટીઓનો જોશ હજુ પણ યથાવત છે. પાર્ટી અધ્યક્ષ કે અન્ય વરિષ્ઠ નેતાઓની તુલના કોઇ મહાપુરુષથી કરવી કાર્યકર્તા કે નેતા પોતાનો કર્તવ્ય સમજતા હોય તેવુ લાગી રહ્યુ છે. પરંતુ ક્યારેક વરિષ્ઠ કે મોટા હોદ્દા પર બેઠેલે નેતાઓને ખુશ કરવાના ચક્કરમાં તે દુનિયાની સામે પાર્ટીનો મઝાક બનાવી બેસે છે અથવા લોકોનાં વિરોધનું કારણ બની જાય છે. હાલમાં કોંગ્રેસ પાર્ટીનું એક પોસ્ટર સામે આવ્યુ છે, જેમા યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને રાણી લક્ષ્મીબાઈનાં રૂપમાં દેખાડવામાં આવી છે.

સોનિયા ગાંધીનું આ પોસ્ટર ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજ કોંગ્રેસનાં કાર્યકર્તા હસીબ અહમદે બનાવ્યુ છે. જેમા સોનિયા ગાંધીની તુલના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈથી કરતા લખવામાં આવ્યુ છે કે, “ચમકી ઉઠી સાલ 91માં તે તલાવર જુની છે, ઘણી લડી મર્દાની તે તો ઈંદિરા, રાજીવની રાણી છે.” આ પોસ્ટરમાં સોનિયા સિવાય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સ્વ.વડાપ્રધાન ઈંદિરા ગાંધી અને રાજીવ ગાંધી સિવાય પ્રમોદ તિવારી પણ છે. સાથે અન્ય નેતાનો ફોટો પણ દેખાઇ રહ્યો છે.

આપને જણાવી દઇએ કે, આ પહેલા પણ કોંગ્રેસ કાર્યકર્તા હસીબ અહમદે ઘણા પોસ્ટરો બનાવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચામાં રહ્યા છે. તેટલુ જ નહી હસીબ અહમદને કોંગ્રેસનાં પોસ્ટર બોયનાં નામે પણ ઓળખવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.