સુરત/ જ્ઞાન સહાયકની ભરતી રદ કરવા સુરતમાં કોંગ્રેસનું ધરણા પ્રદર્શન

સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ બહાર સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જ્ઞાન સહાયક ભરતીના વિરોધ મુદ્દે એક ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarat Surat
YouTube Thumbnail 2023 10 20T142812.758 જ્ઞાન સહાયકની ભરતી રદ કરવા સુરતમાં કોંગ્રેસનું ધરણા પ્રદર્શન

@અમિત રૂપાપરા 

Surat News: જ્ઞાન સહાયકોની ભરતી રદ કરવા બાબતે કોંગ્રેસ હવે મેદાનમાં આવ્યું છે. સુરતમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ઘરણા પ્રદર્શન કરી જ્ઞાન સહાયકની ભરતી રદ કરવાની માગણી કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આ ધારણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જિલ્લા કલેકટરને આ બાબતે આવેદન પણ પાઠવવામાં આવ્યું હતું.

સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ બહાર સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જ્ઞાન સહાયક ભરતીના વિરોધ મુદ્દે એક ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો આ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. તો કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ આ ધારણા પ્રદર્શનમાં જોડાયા હતા.

Untitled 10 17 જ્ઞાન સહાયકની ભરતી રદ કરવા સુરતમાં કોંગ્રેસનું ધરણા પ્રદર્શન

કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો દ્વારા ભાજપ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ શિક્ષણનું વ્યાપારીકરણ બંધ કરો, જ્ઞાન સહાયક રદ કરો અને કાયમી શિક્ષકોની ભરતી કરોના પ્લે કાર્ડ હાથમાં લઈને ભારે સૂત્રોચાર સાથે કોંગ્રેસ દ્વારા આ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ધરણા પ્રદર્શનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ધરણા પ્રદર્શન બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી પહોંચીને કલેકટરને આવેદન આપીને આ બાબતે રજૂઆત કરવામાં આવે છે.

Untitled 10 18 જ્ઞાન સહાયકની ભરતી રદ કરવા સુરતમાં કોંગ્રેસનું ધરણા પ્રદર્શન

મહત્વની વાત છે કે રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકની ભરતી કરાર આધારિત કરવામાં આવે છે અને કોંગ્રેસનું કહેવું છે કે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવે તો તેમાં 11 મહિનાનો જ કરાર રાખવામાં આવે છે અને આનાથી બાળકોને અભ્યાસમાં મુશ્કેલી પડી શકે છે. એટલા માટે જ જ્ઞાન સહાયકની ભરતી રાજ્ય સરકારે રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 જ્ઞાન સહાયકની ભરતી રદ કરવા સુરતમાં કોંગ્રેસનું ધરણા પ્રદર્શન


આ પણ વાંચો:જરાત ATSને મળી ખૂબ જ મોટી સફળતા, આણંદથી પાકિસ્તાની જાસૂસને ઝડપ્યો

આ પણ વાંચો:રખડતા ઢોરે વધુ એક યુવાનનો જીવ લીધો, 40 દિવસની લાંબી સારવાર બાદ મોત

આ પણ વાંચો:લો બોલો! લોહીના સંબંધો લજવાણા, મોટા ભાઈ-બહેને નાની બહેનની ચડાવી બલી

આ પણ વાંચો:ભારતમાં પહેલીવાર જન્મના માત્ર ચાર દિવસમાં બાળકનું કરાયું અંગદાન