Gujarat Election/ ગુજરાતમાં કોંગ્રેસ આવતીકાલે રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં મેનીફેસ્ટો જાહેર કરશે!

ગુજરાત વિધાનસબાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે,

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
19 5 ગુજરાતમાં કોંગ્રેસ આવતીકાલે રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં મેનીફેસ્ટો જાહેર કરશે!
  • આવતીકાલે કોંગ્રેસ જાહેર કરી શકે મેનીફેસ્ટો
  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે આવશે ગુજરાત
  • ખડગેની હાજરીમાં કોંગ્રેસ મેનીફેસ્ટો કરશે જાહેર
  • તમામ મુદ્દાઓની છણાવટ બાદ જાહેર કરાશે ઘોષણાપત્ર

ગુજરાત વિધાનસબાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે, હાલ ચૂંટણીની તારીખ જાહેર  થઇ ગઇ હોવાથી પાર્ટીઓ ઉમેદવારોની  યાદી જાહેર કરી રહી છે, ભાજપે ગઇકાલે 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જ્યારે  કોંગ્રેસે ગઇકાલે 46 ઉમેદવારની યાદી જાહેર કરી છે. આ પહેલા 43 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી હતી. હવે મતદારોને આકર્ષવા માટે આવતીકાલે કોંગ્રેસ મેનીફેસ્ટો જાહેર કરી શકે છે. આ મેનીફેસ્ટો કોંગ્રેસના અધ્યક્ષ ખડગેની  ઉપસ્થિતિમાં જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતમાં આવતીકાલે આવશે અને તે મેનિફેસ્ટો જાહેર કરશે ,પાર્ટીએ હાલ બે ઉમેદવારની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ માટે હાલ આંતરિક વિખવાદ પરાકાષ્ઠાએ જોવા મળી રહ્યો છે, કોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ જોવા મળી રહ્યો છએ.