Attack on Congress leader/ ત્રિપુરામાં બાઇક રેલી દરમિયાન કોંગ્રેસના નેતા પર હુમલો,ભાજપ પર લગાવ્યા આરોપ

ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને ત્રણ રાજ્યોની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે

Top Stories India
Attack on Congress leader

Attack on Congress leader:    ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને ત્રણ રાજ્યોની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે અને પરિણામ 02 માર્ચે આવશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ હિંસાના સમાચારો સામે આવવા લાગ્યા. ચૂંટણી જાહેર થયાના થોડા સમય બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો એકબીજા સાથે અથડાયા હતા.  જ્યારે કોંગ્રેસના પૂર્વ સાંસદ અજોય કુમાર બાઇક રેલી કાઢી રહ્યા હતા ત્યારે હુમલો થયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર  ત્રિપુરાના મજલિસપુર વિધાનસભા ક્ષેત્રમાં અજોય કુમાર પર હુમલો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ મામલે ભાજપ પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પાર્ટીનો દાવો છે કે અજોય કુમાર પર હુમલો ત્રિપુરા સરકારના મંત્રી સુશાંત ચૌધરીની હાજરીમાં થયો હતો. કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કર્યું, “ત્રિપુરામાં એક બાઇક રેલી દરમિયાન, રાજ્યના પ્રભારી અજોય કુમાર પર ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો હતો. આ હુમલો ત્રિપુરા સરકારમાં મંત્રી સુશાંત ચૌધરીની હાજરીમાં થયો હતો. આ હુમલામાં અજોય કુમાર ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમની સારવાર ચાલી રહી છે. અમે આ હુમલાની સખત નિંદા કરીએ છીએ.” કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ હુમલાની નિંદા કરી છે.

ઘટનાની જાણકારી મળતા જ અગરતલાના ધારાસભ્ય સુદીપ રાય બર્મન ત્યાં પહોંચી ગયા હતા. તેમણે ડોક્ટરો પાસેથી અજોય કુમારની સ્થિતિ વિશે પૂછપરછ કરી. તેમજ હુમલાની સખત નિંદા કરી હતી. હાલ તેઓ અગરતલાની ગોવિંદ વલ્લભ પંત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમને જણાવી દઈએ કે ડો.અજોય કુમાર ઝારખંડના જમશેદપુર લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. હાલ તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છે. તેમને ત્રિપુરાના રાજ્ય પ્રભારી બનાવવામાં આવ્યા છે.

india vs new zealand odi series/ભારતે ભારે રોમાંચક મેચમાં ન્યુઝીલેન્ડને 12 રને હરાવ્યું, બ્રેસવેલની વિસ્ફોટક સદી એળે