Politics/ શંકરસિંહની કોંગ્રેસ પ્રવેશની તૈયારી પણ કોંગ્રેસીઓ સ્વીકારશે ખરા : રાજકોટ પ્રદેશ નેતાએ દર્શાવી નારાજગી

ગુજરાતનાં રાજકારણનાં એક સમયે એપી સેન્ટર કહેવામાં આવતા અને રાજકીય દાવપેચમાં ચાણક્યોને પણ દાવ શિખવનાર જેવા રાજકીય દિગ્ગજ ગણવામાં આવતા, તો સાથે સાથે ગમે ત્યારે રાજકીય લગ્ન અને

Top Stories Gujarat Others Trending
bapu શંકરસિંહની કોંગ્રેસ પ્રવેશની તૈયારી પણ કોંગ્રેસીઓ સ્વીકારશે ખરા : રાજકોટ પ્રદેશ નેતાએ દર્શાવી નારાજગી

ગુજરાતનાં રાજકારણનાં એક સમયે એપી સેન્ટર કહેવામાં આવતા અને રાજકીય દાવપેચમાં ચાણક્યોને પણ દાવ શિખવનાર જેવા રાજકીય દિગ્ગજ ગણવામાં આવતા, તો સાથે સાથે ગમે ત્યારે રાજકીય લગ્ન અને ગમે ત્યારે રાજકીય તલાક માટે પણ જેનું નામે ગુજરાતનું રાજકારણ ગુંજવવાતુ રહ્યું છે તે શંકરસિંહ વાઘેલા ફરી એક વખત ફ્લેશ થઇ રહ્યા છે. અરે નાં બાપુ એ ફરી કોઇ નવો પક્ષ નથી સ્થાપ્યો આ વખતે તો બાપુએ કોંગ્રેસમાં જવાની ઇચ્છા બતાવી હોવાથી ફલેશમાં જોવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ ગમનની બાપુની તૈયારી

બીલકુલ ગુજરાતનાં દિગ્ગજ નેતા શંકરસિંહ વાધેલાનાં કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા સુનામી આવી શકે છે તેવી સ્થિતિ ઉત્પન કરી દીધી છે. આજ બપોર બાદ વહેતી થયેલી અટકળો અનુસાર ગુજરાત રાજકારણના પીઢ અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં એન્ટ્રી લઈ શકે છે. જે અંગે વિવિધ અટકળોના પુલ બાંધ્યા બાદ પણ કોંગ્રેસ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. ત્યારે બાપુએ  આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેઓ વિના શરતે કોંગ્રેસમાં જોડવા માટે તૈયાર છે. હાઈકમાન્ડ બોલાવશે તો દિલ્હી જઈશ. અને સોનિયા ગાંધી કહેશે તો કોંગ્રેસમાં જોડાઈશ પણ ખરો.

નોંધનીય છે કે, શંકરસિંહ વાઘેલા ગુજરાત કોંગ્રેસમાં રી એન્ટ્રી લેવાની તૈયારી બતાવતાની સાથે જ ગુજરાત કોંગ્રેસમાં સુનામી જેવી સ્થિતિ જોવામાં આવી રહી છે. 

કેમ બાપુને કોંગ્રેસ ફરી યાદ આવી

ભાજપ સામે લડવા બાપુ ફરી એક વખત કોંગ્રેસમાં જોડાય તેવી શકયતાઓ વર્તાઈ રહી છે. શંકરસિંહ વાઘેલા જન સંઘના દિવસોથી જ ભાજપ સાથે સંકળાયેલા હતા. અને 1996 માં ગુજરાતમાં પાર્ટી વિભાજીત કર્યા બાદ મુખ્યમંત્રી બન્યા હતા. 1997 માં તેમણે કોંગ્રેસ સાથે પોતાનો પક્ષ મર્જ કરી દીધો અને પ્રદેશ પ્રમુખ બન્યા. તેઓ યુપીએમાં કેન્દ્રીય પ્રધાન અને 2012 થી 2017 સુધી રાજ્ય વિધાનસભામાં વિપક્ષી નેતા હતા. 2017 માં રાજ્યસભાની ચૂંટણી પૂર્વે પાર્ટીમાં પક્ષપલટો થતાં તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. તેઓ 2019 માં એનસીપીમાં જોડાયા હતા.  જુન ૨૦૨૦ માં NCP માંથી રાજીનામું આપ્યું હતું. સમયાંતરે બાપુ દ્વારા પોતાનાં પક્ષોની પણ સ્થાપના કરવામાં આવી છે.

કોંગ્રેસનાં નેતાઓમાં છાની રીતે વિરોધ

જો કે કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિગ્રહમાં પણ કેટલાક નેતાઓ બાપુને કોંગ્રેસમાં નહીં લેવાના મૂડ હોવાનું જણાઈ આવે છે. અને તેનું સ્પષ્ટ કારણ આપતા અબડાસાની ચૂંટણી પરિણામને આગળ ધરી રહ્યાછે. કચ્છ ની અબડાસા બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણીમાં બાપુનો જ ઉમેદવાર જ કોંગ્રેસની હારમાં નિમિત્ત બન્યો હતો. કોંગ્રેસને નુકસાન પહોંચાડનાર બાપુને લેવાય? કોંગ્રેસમાં હાલ તો આ અંગે મનોમંથન ચાલી રહ્યું છે. તમામ તર્ક વિતર્ક વચ્ચે રાજકોટ કોંગ્રેસનાં પ્રદેશ નેતાએ બાપુની કોંગ્રેસ એન્ટ્રી મામલે સખત નારાજગી દર્શાવી છે.

ડૉ. હેમાંગ વસાવડાએ કર્યો ખુલ્લેઆમ વિરોધ

રાજકોટ પ્રદેશ કોંગ્રેસનાં નેતા ડૉ. હેમાંગ વસાવડા દ્વારા બાપુનાં કોંગ્રેસ પ્રવેશની વાતનો સખત રીતે અને ખુલીને વિરોધ કરવામાં આવ્યો છે.  ડૉ. હેમાંગ વસાવડાએ શંકરસિંહ વાધેલાની કોંગ્રેસ એન્ટ્રીની તૈયારીઓ પર નારાજગી દર્શાવી છે અને સ્પષ્ટ રીતે કહ્યું છે કે, શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં આવશે તો જૂથવાદ વધશે. બાપુએ કોંગ્રેસ પ્રવેશ મામલે વિના શરતે અવાનું કહ્યું, ત્યાં જ શરત મૂકી છે. શંકરસિંહે રાહુલ અને સોનિયા ગાંધીને મળવાની શરત મુકી છે. પ્રદેશ કોંગ્રેસનાં નેતા ડૉ. હેમાંગ વસાવડા દ્વારા કહેવામાં આવ્યું કે, પ્રદેશ કોંગ્રેસ સક્ષમ છે અને ભાજપ સામે લડી લેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…