Stand up Comedian/ કૃણાલ કામરા વિરુદ્ધ SC ની અવમાનનાનો ચાલશે કેસ, જાણો શું છે મામલો

સ્ટેન્ડઅપ હાસ્ય કલાકાર કૃણાલ કામરાને ટીવી એન્કર અર્ણબ ગોસ્વામીને વચગાળાનાં જામીન આપવા માટે સુપ્રીમ કોર્ટની ટીકા કરતા ટ્વીટને લઇને ગુનાહિત અવમાનનાનો આરોપનો સામનો કરવો પડી શકે છે. એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ વિરુદ્ધ કથિત અપમાનજનક ટ્વીટ માટે કામરા વિરુદ્ધ ગુનાહિત અવમાનનાનો કેસ ચલાવવા માટે સંમત થયા છે. એટર્ની જનરલે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું છે […]

Top Stories Entertainment
asdq 50 કૃણાલ કામરા વિરુદ્ધ SC ની અવમાનનાનો ચાલશે કેસ, જાણો શું છે મામલો

સ્ટેન્ડઅપ હાસ્ય કલાકાર કૃણાલ કામરાને ટીવી એન્કર અર્ણબ ગોસ્વામીને વચગાળાનાં જામીન આપવા માટે સુપ્રીમ કોર્ટની ટીકા કરતા ટ્વીટને લઇને ગુનાહિત અવમાનનાનો આરોપનો સામનો કરવો પડી શકે છે.

એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ વિરુદ્ધ કથિત અપમાનજનક ટ્વીટ માટે કામરા વિરુદ્ધ ગુનાહિત અવમાનનાનો કેસ ચલાવવા માટે સંમત થયા છે. એટર્ની જનરલે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું છે કે, “હવે સમય આવી ગયો છે કે લોકો સમજે કે સુપ્રીમ કોર્ટ પર કારણ વિના હુમલો કરવો સજા તરફ દોરી શકે છે.” તેમણે કહ્યું કે, હાસ્ય કલાકારની ટ્વીટ્સ માત્ર ‘ખરાબ ટેસ્ટ’ જ નહોતી, પણ રમૂજ અને તિરસ્કાર વચ્ચેની સ્પષ્ટરેખાને પણ ઓળંગી ગઈ હતી.’ એટર્ની જનરલે કહ્યું, “આ ટ્વિટ સુપ્રીમ કોર્ટ અને તેના ન્યાયાધીશોની પ્રામાણિકતાનું ઘોર અપમાન છે.” આજકાલ લોકો ખુલ્લેઆમ સુપ્રીમ કોર્ટની ટીકા કરે છે અને તેઓ માને છે કે તે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે.’ નોંધપાત્ર વાત એ છે કે ભારતનાં ટોચનાં કાયદા અધિકારીની આ સંમતિ કાયદાનાં વિદ્યાર્થી શિરાંગ કટણેશ્વરકર અને બે વકીલોનાં લેખન પછી 24 કલાકથી ઓછા સમયમાં સામે આવી છે.

કૃણાલે બુધવારે સુપ્રીમ કોર્ટ અને તેમના ન્યાયાધીશો વિરુદ્ધ અનેક ટ્વીટ કર્યા હતા. કાયદાનાં આ વિદ્યાર્થી અને બે વકીલોએ એટર્ની જનરલને પત્ર લખીને સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ કૃણાલ કામરાની ટ્વીટ વિરુદ્ધ અવમાનનો કેસ શરૂ કરવાની સંમતિ માંગી હતી. આપને જણાવી દઇએ કે, ટીવી એન્કર અર્ણબ ગોસ્વામીને જામીન મળ્યા બાદ આ ટ્વીટ્સ કરવામાં આવી હતી.