Bustle/ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે બ્રિટનના શાહી પરિવારની વધુ એક પુત્રવધૂનો વિવાદિત ઇન્ટરવ્યૂ જાહેર, ખળભળાટ

વર્ષો પહેલા સમગ્ર વિશ્વમાં પરી તરીકે ખ્યાતનામ પ્રિન્સેસ ડાયનાના વિવાદિત ઇન્ટરવ્યુ બાદ બ્રિટનમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વધું એક વિવાદિત ઇન્ટરવ્યૂ સામે આવ્યો છે.બ્રિટનનો શાહી-રાજવી પરિવાર કાયમી ધોરણે ત્યજી દેનારા ચાર્લ્સનો પુત્રવધુ

Top Stories World
mekal આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે બ્રિટનના શાહી પરિવારની વધુ એક પુત્રવધૂનો વિવાદિત ઇન્ટરવ્યૂ જાહેર, ખળભળાટ

વર્ષો પહેલા સમગ્ર વિશ્વમાં પરી તરીકે ખ્યાતનામ પ્રિન્સેસ ડાયનાના વિવાદિત ઇન્ટરવ્યુ બાદ બ્રિટનમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વધું એક વિવાદિત ઇન્ટરવ્યૂ સામે આવ્યો છે.બ્રિટનનો શાહી-રાજવી પરિવાર કાયમી ધોરણે ત્યજી દેનારા ચાર્લ્સનો પુત્રવધુ મેઘન મર્કલે એક ઈન્ટરવ્યુમાં રાજવી પરિવાર સંબંધી સનસનીખેજ વિધાનો કરતા સમગ્ર બ્રિટન તથા રાજવી પરિવારમાં આઘાતનું મોજુ ફરી વળ્યુ છે.પોતાના સંતાનની સંભવિત અશ્ર્વેત ચામડી વિશે શાહી પરિવારે સવાલ ઉઠાવ્યાનો આક્ષેપ કર્યો હતો અને આ મામલે પોતે એક તબકકે આપઘાત કરવાનું પણ વિચારવા લાગી હોવાનો ખુલાસો કર્યો હતો.

Meghan Markle Pregnant With Second Child With Prince Harry | Time

આ અંગે એક ટેલીવિઝન ઈન્ટરવ્યુમાં 39 વર્ષિય પ્રિન્સ હેરીની પત્નિ એવી મેઘલ મર્કલે કહ્યું કે 2018 માં રાજવી પરિવારમાં લગ્નના તાંતણે બંધાયા પૂર્વે એકદમ નિખાલસ પ્રકૃતિ ધરાવતી હતી. પરંતુ પછી આપઘાતના વિચારો આવવા માંડયા હતા. રાજવી પરિવારમાંથી કોઈ મદદ કરવા આગળ આવ્યુ ન હતું.મેઘને એવો ખુલાસો કર્યો કે એકવર્ષિય પુત્ર આર્ચીનાં જન્મ પૂર્વે જ તેને પ્રિન્સનો દરજજો નકારી દેવાયો હતો.કારણ કે તેની ચામડીના કલર વિશે રાજવી પરિવાર શંકા ધરાવતો હતો. આ શંકા રાજવી પરિવારમાંથી કોણે ઉભી કરી હતી. તે વિશે ફોડ પાડયો ન હતો. તેઓ સાથે પરિવારે નાણાંકીય સંબંધો કાપી નાખ્યા હતા. ઉપરાંત બ્રિટીશ રાજ પરિવારનાં વારસ પ્રિન્સ ચાર્લ્સે પણ પુત્ર હેરીના ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું.શ્વેત પિતા તથા અશ્વેત માતા ધરાવતી 39 વર્ષિય મેઘન મર્કલનાં ઈન્ટરવ્યુથી ખળભળાટ સર્જાવા છતાં રાજવી પરિવારમાંથી તાત્કાલીક કોઈ ટીપ્પણી થઈ ન હતી.

Racism Helped Drive Prince Harry and Meghan Markle Out of the U.K. and Away  From the Royal Family | Inc.com

Vaccination / કોરોના દેશને ભરડામાં લઈ રહ્યો છે, રસીકરણ મુદ્દે રાજનીતિ બંધ કરો : સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનું મોટુ નિવેદન

આ પૂર્વે પ્રિન્સ હેરીની સ્વર્ગસ્થ માતા પ્રિન્સેસ ડાયેનાએ રાજવી પરિવારનાં અનેક પાસાઓ ઉઘાડા પાડયા હતા અને ત્યારે બ્રિટીશરોનાં મનમાં રાજવી પરિવાર પ્રત્યેની પ્રતિષ્ઠા ખરડાઈ હતી. ત્યારપછીનાં આ પ્રથમ ખળભળાટ સર્જતો ઈન્ટરવ્યુ છે.ધામધુમપૂર્વકનાં રાજાશાહી લગ્નનાં ત્રણ વર્ષ બાદ મેઘને રાજવી પરિવારનાં અમુક સભ્યો ક્રુર તથા રંગભેદ સંબંધી ટીપ્પણી કરવામાં દોષિત હોવાનો આરોપ મુકયો હતો.પતિ હેરીના મોટાભાઈ પ્રિન્સ વિલીયમની પત્નિ કેટે પણ લગ્ન અગાઉ પોતાને રડાવ્યાનો આરોપ લગાવ્યો હતો.મહત્વની વાત એ છે કે રાજવી પરિવારની ખુલ્લી ટીકા કરનાર પ્રિન્સ હેરી કે મેઘને મહારાણી એલીઝાબેથ પર કોઈ સીધા પ્રહાર કર્યા ન હતા. છતા એમ કહ્યું કે એલીઝાબેથના નેતૃત્વવાળી પેઢીએ પોતે ચુપ કરી દીધી હતી અને રંગભેદની ટીપ્પણી સામે મદદ કરવા માટે કોઈ આગળ આવ્યુ ન હતું. તમામ વિનંતી બહેરાકાને અથડાઈ હતી.હવે મારે વધુ જીવવુ નથી તેવા સતત વિચારો આવતા હતા ત્યારે હેરીએ મને હુંફ આપી હતી. આ વિધાનો બોલતી વખતે મેઘનની આંખો છલકાઈ ઉઠી હતી.

How Meghan Markle, Prince Harry are spending their time in LA: report | Fox  News

Reliance / મહિલા દિવસે નીતા અંબાણીની અનોખી પહેલ, મહિલાઓ માટે hercircle ડિજિટલ નેટવર્કિંગ પ્લેટફોર્મનો પ્રારંભ

જોકે ગત મહિને બર્કીગહામ પેલેસે સ્વીકાર્યું હતું કે પરિવારમાં આ તડા કાયમી છે. કારણ કે હેરી મેઘન અમેરિકામાં સ્વતંત્ર રીતે રહેવા માંગે છે.36 વર્ષિય પ્રિન્સ હેરીએ કહ્યું કે મનમેળ ન હોવાને કારણે રાજવી જવાબદારીમાંથી બહાર નીકળી જાઉ છું. મારા પિતાએ આર્થિક સંબંધો તોડી નાખ્યા હતા અને એક તબકકે ફોન ઉપાડવાનું પણ બંધ કર્યું હતું. દાદીમાં સાથે ત્રણ વખત વાતચીત થઈ હતી.મેઘને એવો પણ આરોપ મુકયો હતો કે રંગભેદી મેણા સામે રાજવી પરિવારે મદદ તો ન કરી પરંતુ આવી ટીપ્પણી કરનારાને બચાવ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…