Gujarat/ “ભાઉ અને ભાઈ” વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ : અમિત ચાવડા

મુખ્યમંત્રી કોંગ્રેસના ધારાસભ્યોને જયપુરમાં દારૂ પીને સ્વિમિંગ પુલમાં ધબુકા મારી રહ્યા હોવાનું જણાવે છે, પરંતુ હકીકત અલગ છે. તેમને રાજ્યમાં ખુલ્લે આમ વેચાઈ રહેલા દારૂ ના ઉલ્લેખ સાથે જણાવ્યું હતું કે, આજે પણ રાજ્યમાં દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે.

Top Stories Gujarat Others
અબડાસા 23 “ભાઉ અને ભાઈ” વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ : અમિત ચાવડા

ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે. ત્યારે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રુપાણીએ કચ્છમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. અને કોંગ્રેસ પર આક્ર પ્રહારો કર્યા હતા. તેમને કોરોના ના કહેર વચ્ચે સભામાં કહ્યું હતું કે, કોરોના કાળ વખતે કોંગ્રેસના ધારાસભ્યો જયપુર દારૂ પીને સ્વીમિંગ પુલમાં ધુબાકા મારતા હતા. અને બનાસકાંઠામાં જ્યારે પુર આવ્યું ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોરમાં હતા. કોંગ્રેસ માત્ર ખેડૂત હિતની વાતો જ કરે છે. કોંગ્રેસે હંમેશા મુસ્લિમને પછાત રાખીને વોટ બેંક જ સમજી છે.

મુખ્યમંત્રીના આ નિવેદનો પછી કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી કોંગ્રેસના ધારાસભ્યોને જયપુરમાં દારૂ પીને સ્વિમિંગ પુલમાં ધબુકા મારી રહ્યા હોવાનું જણાવે છે, પરંતુ હકીકત અલગ છે. તેમને રાજ્યમાં ખુલ્લે આમ વેચાઈ રહેલા દારૂ ના ઉલ્લેખ સાથે જણાવ્યું હતું કે, આજે પણ રાજ્યમાં દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. દારૂબંધીના નામે ખાલી ધતિંગ થઈ રહ્યા છે. એટલું જ નહીં, કાયદાની ઐસી કી તૈસી કરનાર બૂટલેગરોના દારૂના હપ્તા CM કાર્યાલય સુધી પહોંચે છે. શહેર સહિત સમગ્ર રાજ્યમાં સરેઆમ દારૂ, જુગારની પ્રવૃતિ ચાલે છે.

તો તેમને વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાઉ અને ભાઈ વચ્ચે લડાઈ પણ છે. તેના વિશે તો વાત કરતા નથી.