Cricket/ BBL માં કોરોનાનો વિસ્ફોટ, મેલબોર્ન સ્ટાર્સ અને સિડની થંડરનાં 19 સભ્યો કોરોના પોઝિટિવ

બિગ બેશ લીગ (BBL)માં કોરોનાએ કહેર શરૂ કરી દીધો છે. મેલબોર્ન સ્ટાર્સનાં સાત ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનાં 8 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યા બાદ કોરોનાએ લીગને હચમચાવી નાખ્યું છે.

Sports
sydney thunder vs melbourne

ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ ટૂર્નામેન્ટ – બિગ બેશ લીગ (BBL)માં કોરોનાએ કહેર શરૂ કરી દીધો છે. મેલબોર્ન સ્ટાર્સનાં સાત ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનાં 8 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યા બાદ કોરોનાએ લીગને હચમચાવી નાખ્યું છે. સિડની થંડરે પણ પુષ્ટિ કરી છે કે તેના ચાર ખેલાડીઓ હાલમાં કોરોનાનો ભોગ બન્યા બાદ આઈસોલેશનમાં છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એડિલેડ સ્ટ્રાઈકર્સ અને સિડની થંડર વચ્ચેની મેચ પણ જોખમમાં મુકાઇ ગઇ છે.

આ પણ વાંચો – IND vs SA / દક્ષિણ આફ્રિકાને પહેલી ટેસ્ટમાં હાર આપ્યા બાદ પણ ટીમ ઈન્ડિયા WTC પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને યથાવત

ઓસ્ટ્રેલિયામાં આયોજિત બિગ બેશ લીગ (BBL) પર કોરોનાની અસર જોવા મળી છે, જેના કારણે હવે આ T20 ટૂર્નામેન્ટ ભારે સંકટમાં જોવા મળી રહી છે. તાજેતરમાં, પર્થ સ્કોર્ચર્સ અને મેલબોર્ન સ્ટાર્સ વચ્ચેની મેચ કોરોનાને કારણે સ્થગિત કરવી પડી હતી, પરંતુ હવે તે તેનાથી પણ મોટા પડકારનો સામનો કરી રહી છે. મેલબોર્ન સ્ટાર્સ અને સિડની થંડરનાં 19 સભ્યો (11 ખેલાડીઓ) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે વર્ષનાં અંતિમ દિવસે યોજાનારી એડિલેડ સ્ટ્રાઈકર્સ અને સિડની થંડર વચ્ચેની મેચ ન રમાય તેવી શક્યતા છે. એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, બન્ને ક્લબોએ જણાવ્યું હતું કે, તેઓ આગામી ટીમ મેચોનાં આયોજન અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે કામ કરી રહ્યા છે, જ્યારે સિડની થંડરની ટીમે પણ આજની રાતની મેચ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા હેલ્થનો સંપર્ક કર્યો હતો. સિડની થંડર ઉપરાંત મેલબોર્ન સ્ટાર્સનાં 8 ખેલાડીઓ પણ કોરોનાની ઝપટમાં છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ મુશ્કેલ સમયને સંભાળવામાં ગંભીરતાથી વ્યસ્ત છે. જો કોરોનાનાં કેસ આ રીતે વધતા રહેશે તો આ ટૂર્નામેન્ટ પણ સ્થગિત કરવી પડી શકે છે.

આ પણ વાંચો – Cricket / સ્મૃતિ મંધાનાની લાગી શકે છે લોટરી, ICC મહિલા T20 ઈન્ટરનેશનલ પ્લેયર ઓફ ધ યર માટે નોમિનેટ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (AUS vs ENG) વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝની ચોથી ટેસ્ટ મેચ પહેલા ઘણા કોરોના કેસ નોંધાયા છે. ઈંગ્લેન્ડ ટીમનાં મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડને પણ આની અસર થઈ છે, તો હવે ઓસ્ટ્રેલિયાનાં મિડલ ઓર્ડર બેટ્સમેન ટ્રેવિસ હેડ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે તે સિડની ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ટ્રેવિસ હેડ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતા જ ઓસ્ટ્રેલિયન ટીમમાં ત્રણ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ઓલરાઉન્ડર મિશેલ માર્શ, નિક મેડિસન અને વિકેટકીપર જોશ ઈંગ્લિશનો સમાવેશ થાય છે. આજનાં પ્લાન મુજબ ઓસ્ટ્રેલિયન અને ઈંગ્લેન્ડ બન્ને ટીમો અલગ-અલગ સિડની જવા રવાના થશે.