Not Set/ કોર્પો.ની ચૂંટણી પહેલા ગાંધીનગરનું સચિવાલય બન્યું કોરોનાનું હોટસ્પોટ

રાજ્યમાં વધતા કોરોનાનાં કેસને જોતા જનતા પણ હવે જાણે કહી રહી છે, ચૂંટણીથી ડર નથી લાગતો સાહેબ, કોરોનાથી લાગે છે.

Top Stories Gujarat Others
asd 25 કોર્પો.ની ચૂંટણી પહેલા ગાંધીનગરનું સચિવાલય બન્યું કોરોનાનું હોટસ્પોટ
  • કોર્પો.ની ચૂંટણી પહેલા ગાંધીનગરમાં કોરોના વિસ્ફોટ
  • સચિવાલય કોરોનાનાં 55 કેસ સાથે બન્યું હોટસ્પોટ
  • સરકીટ હાઉસમાં 14 કેસ આવતા બંધ કરવું પડયું
  • વધતા જતાં કેસ છતાં તંત્ર ચૂંટણીનાં મૂડમાં
  • ગાંધીનગરમાં શહેર-જિલ્લામાં નવા 100 કેસ
  • સચિવાલય રેપીડ ટેસ્ટમાં 55 કર્મી કોરોના પોઝિટિવ
  • ગાંધીનગરમાં નાગરિકોમાં ફેલાયો ફફડાટ

રાજ્યમાં કોરોનાનાં કેસ જે રીતે વધી રહ્યા છે, તે જોતા આવતા સમયમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો નવાઇ નથી. જો કે લોકોએ કોરોનાને સામાન્ય વાયરસ ગણ્યો તેનુ જ પરિણામ આજે આપણે આસ-પાસ જોઇ રહ્યા છીએ. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં થોડા દિવસો બાદ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી થવાની છે, પરંતુ તે પહેલા જ અહી કોરોનાનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે.

કોરોનાનો અજગર ભરડો / દેશમાં કોરોનાનાં નવા કેસ 53,125 નોંધાયા, કુલ કેસનો આંક 1 કરોડ પાર

વધતા કોરોનાનાં કેસને કંટ્રોલ કરવા રાજ્યનાં 4 મહાનગરોનાં રાત્રી કર્ફ્યુનાં સમયને આવતી 15 તારખી સુધી યથાવત રાખવામાં આવેલ છે. ત્યારે બીજી તરફ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી આતા મહિને યોજાવાની છે. જેને જીતવા માટે દરેક પાર્ટીઓ પોતાનો પૂરો જોર લગાવી રહી છે. પરંતુ આ પહેલા જ ગાંધીનગર સ્થિત સચિવાલય કોરોનાનાં 55 કેસ સાથે હોટસ્પોટ બની ગયુ છે. સરકીટ હાઉસમાં 14 કેસ આવતા તેને બંધ કરવાની ફરજ પડી છે. જો કે આટલા કેસોો વધી રહ્યા હોવા છતા તંત્ર જાણે ચૂંટણીનાં જ મૂડમાં હોય તેમ દેખાઇ રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, ગાંધીનગર શહેરે જિલ્લામાં નવા 100 કેસ નોંધાયા છે. વળી સચિવાલયમાં રેપિડ ટેસ્ટ કરવામા આવ્યો તો તેમા 55 કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. કોરોનાનાં વધતા કેસને જોતા ગાંધીનગરમાં નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. વધતા કોરોનાનાં કેસને જોતા જનતા પણ હવે જાણે કહી રહી છે, ચૂંટણીથી ડર નથી લાગતો સાહેબ, કોરોનાથી લાગે છે.

ગાંધીનગર / ગુજરાતનાં ઊર્જા મંત્રી સૌરભ પટેલ કોરોના પોઝિટિવ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનાં કેસ દિવસો જતા વધી રહ્યા છે. રાજ્યમાં દૈનિક નોધાતા કોરોનાનાં કેસનાં આંકડામાં સતત વધારો સામે આવી રહ્યો છે. મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા નોધાયેલા આંકડા અનુસાર છેલ્લાં 2220 નવા કોરોનાનાં કેસ સામે આવ્યા હતા. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,05,338 પહોંચ્યો છે. ગુજરાતમાં આ દરરમિયાન 10 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1988 છે. ગુજરાતમાં ઠીક થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,88,565 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12,263 છે.  રાજ્યમાં રીકવરી રેટ 94.51 ટકા જેટલો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ