Covid-19/ દેશમાં કોરોનાનાં કેસમાં સતત ઉછાળો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ભારતમાં પણ હવે ધીમે ધીમે કોરોનાનાં કેસો વધી રહ્યા છે.

India
bumrah sanjana 1615012223 10 દેશમાં કોરોનાનાં કેસમાં સતત ઉછાળો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ભારતમાં પણ હવે ધીમે ધીમે કોરોનાનાં કેસો વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા મંગળવારનાં આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં, કોરોનાનાં 15,388 નવા કેસ અને 77 મૃત્યુ થયા છે.

Covid-19 / મહારાષ્ટ્રમાં કોરોનાનાં કારણે સ્થિતિ બેકાબુ, 16 હોટસ્પોટ વિસ્તારોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું

છેલ્લા 24 કલાકમાં 15,388 કોરોના કેસ સામે આવ્યા બાદ પોઝિટિવ કેસોની સંખ્યા 1,12,44,786 થઈ ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 77 દર્દીઓ કોરોનાનાં કારણે મૃત્યુ પામ્યા છે. જે બાદ દેશમાં અત્યાર સુધીમાં કુલ મોતની સંખ્યા વધીને 1,57,930 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 16, 596 લોકોને રજા આપવામાં આવી છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 1,87,462 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,08,99,394 છે. વળી દેશમાં કુલ 2,30,08,733 લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે.

આદેશ / મહિલાને સાસરીમાં ઈજા થાય છે, ત્યારે પતિ જવાબદાર: સુપ્રીમ કોર્ટ

છેલ્લા એક અઠવાડિયાથી કોવિડ -19 નાં 18 હજારથી વધુ કેસ નોંધાયા હતા. 8 માર્ચે, 18,599 કોરોનાનાં નવા કેસ નોંધાયા હતા અને 97 નવા મૃત્યુ થયા હતા. રવિવારે (07 માર્ચ), કોરોના વાયરસનાં 18,711 નવા કેસ નોંધાયા હતા અને 24 કલાકમાં 100 લોકો મૃત્યુ પામ્યા હતા. વળી શનિવારે (6 માર્ચ), કોરોનાનાં 18,327 નવા કેસ સામે આવ્યા હતા અને 108 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ