Rajkot/ કોરોના કર્ફ્યુ ઇફેક્ટ : બેન્કવેટ, હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને ભારે હાલાકી

માર્ચ મહિનાથી જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી અન્ય ધંધાઓને તો અસર પહોંચી છે પરંતુ સૌથી વધારે ખાણી-પીણીના ધંધાર્થીઓને અસર પહોંચી રહી છે. લોકડાઉનના વિવિધ તબક્કામાં પણ

Gujarat Rajkot
rajkot કોરોના કર્ફ્યુ ઇફેક્ટ : બેન્કવેટ, હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને ભારે હાલાકી

રાજકોટના હોટલ સંચાલકોની રાત્રિના 11:‌00 પછી કર્ફ્યુનો સમય રાખવા અથવા તો બંધ હટાવવા સરકાર પાસે માંગ

@ભાવિની વસાણી, મંતવ્ય ન્યૂઝ – રાજકોટ

માર્ચ મહિનાથી જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી અન્ય ધંધાઓને તો અસર પહોંચી છે પરંતુ સૌથી વધારે ખાણી-પીણીના ધંધાર્થીઓને અસર પહોંચી રહી છે. લોકડાઉનના વિવિધ તબક્કામાં પણ સૌથી વધારે અસર ફૂડ એન્ડ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝને જોવા મળી હતી. તહેવારો બાદ વેપાર-ધંધા માંડ ઠેકાણે પાડ્યા હતા. તેમાં છેલ્લા ત્રણ દિવસથી સરકાર દ્વારા કોરોના સંક્રમણના બીજા તબક્કાની દેહેશતથી રાત્રે 9:00 થી સવારે 6:00 સુધી ચાર મહાનગરોમાં કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે, તેના કારણે રેસ્ટોરેન્ટ, હોટલ, બેન્કવેટ એન્ડ બેવરેજીસ ધરાવતા સંચાલકોને તેનું ઘણું નુકસાન પહોંચી રહ્યું છે.

રાત્રે 9: 00 વાગ્યાથી કરફયુ લાગી જતા મોડે સુધી રેસ્ટોરેન્ટ કે હોટલમાં જમવા માટે લોકો હવે આવતા નથી. જેથી કરફયુનો સમય થોડો મોડો રાખવા અથવા તો રાત્રીનો બંધ સંપૂર્ણ નાબુદ થાય તેવી સંચાલકો ઈચ્છા વ્યક્ત કરી રહ્યાં છે. રાજકોટમાં અસંખ્ય ફૂડ ઇન્ડસ્ટ્રીઝ સાથે અનેક ધંધાર્થીઓ વર્ષોથી જોડાયેલા છે.તેમજ કોરોના તો પછી મારશે પરંતુ તેઓની ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ઘણા સ્ટાફના સભ્યો તેમજ મજુરોની રોજી-રોટી પણ છીનવાઈ જશે માટે સરકારને આ બાબતમાં વિચારણા કરી અને રાત્રીનો બંધ હટાવે તેવું તેઓ જણાવી રહ્યા છે

બેન્કવેટમા આયોજિત 400 લગ્નસમારંભોને અસર

રાજકોટમાં લગ્નને લઈને આવેલા નિયમના કારણે ઘણી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. એકલા બેન્ક્વેટ હોલમાં ત્રણ થી ચાર રાત્રિના ફંકશન કેન્સલ કરવામાં આવ્યા છે. રાજકોટમાં બેન્કવેટ હોલ સાથેની 100 વધુ હોટલો આવેલી છે. ત્યારે તેમની સાથેના આયોજનો ગણી લો તો 400 જેટલા લગ્ન સમારંભ તેમજ ફંકશનને અસર પહોંચી છે. તેના કારણે હજારો લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.કોઈના ઘરે પ્રસંગ હોય અને 200 મહેમાનોને આમંત્રિત કર્યા બાદ ના પાડવી પડે તે કોઈપણ પરિવાર માટે કેટલી ગંભીર પરિસ્થિતિ કહેવાય. સમગ્ર શહેરમાં આવા કેટલા બધા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.આ તો મોટી હોટલ કે રેસ્ટોરંટની વાત છે અસંખ્ય ખાણી-પીણીની લારીઓ ધરાવનારા લોકોની પણ માઠી કોરોનામાં રાત્રી બંધના કારણે સર્જાઈ છે.

હોટલ અને રેસ્ટોરન્ટ રાતના સમયે જ ચાલતાં હોય માઠી અસર : નૈમી ભાઈ (ચૌકીધાણી)

રાજકોટમાં “ચૌકીધાણી”ના સંચાલક નૈમી ભાઈ જણાવે છે કે રાજકોટમાં કોરોનાની સ્થિતિ એટલી બધી ગંભીર નથી. કોરોનાના કેસો અને સરેરાશ મૃત્યુનો દર જુઓ તો રાજકોટ મહાનગરપાલિકાના આંકડા સૌરાષ્ટ્રની અન્ય મહાનગરપાલિકા કરતા ઓછા દર્શાવે છે. મહારાષ્ટ્ર અને અમદાવાદ કરતા રાજકોટ અને સુરતની પરિસ્થિતિ સારી છે. માટે રાત્રે 9:00 થી 6:00 બંધના બદલે લોકો પાસેથી વધારે તકેદારી સરકાર રખાવી શકે તેમ હતી. અને હવે લોકો પણ જાગૃત થયા છે ત્યારે તેઓ પણ સરકારને અનુસરે તેમ છે. વિજળી વેરો, જીએસટી સહિતના ખર્ચા અમને પહેલાની માફક જ લાગી રહ્યા છે. જ્યારે સરકારના કોરોના લક્ષી કાયદાને કારણે હોસ્પિટાલિટી બિઝનેસ પર મોટી અસર પડી રહી છે.રેસ્ટોરન્ટમાં જમવા આવનાર વર્ગ મોટા ભાગે રાત્રે આવતા હોય છે, તેથી અમારી ઇન્ડસ્ટ્રીઝને મોટી નુકશાની થઇ રહી છે.

હોટલ સંચાલકોને રાત્રે 9:00 ને બદલે 11 સુધી છૂટ આપો : શેખર મહેતા (રાજકોટ ફૂડ એન્ડ બેવરેજીસ એસો. પ્રમુખ)

આ મહિનામાં માંડ બિઝનેસ ટ્રેક પર આવ્યો હતો હવે ફરીથી બિઝનેસ ચોપટ થઇ જશે. સરકારે રાત્રિના કર્ફ્યુ લગાવ્યા તેનાથી અન્ય ધંધાર્થીઓ જેવા કે ગાર્મેન્ટ્સ, મોલ્સ વગેરેને કોઈ જ ફરક પડવાનો નથી. જે ફરક પડશે તે ફૂડ ઇન્ડસ્ટ્રીઝને પડશે. સરકાર રાત્રે 9:00ની બદલે 11:00 સુધીની છૂટ આપે તો સારું છે. અમારી ઈન્ડસ્ટ્રીઝમાં રાત્રે ઘરાકી વધારે હોય છે, જ્યારે સામાન્ય રીતે જોઈએ તો રાત્રે ટ્રાફિક 25 ટકા હોય છે. અને રેસ્ટોરન્ટ બિઝનેસ પડી ભાંગશે તો તેની સાથે જોડાયેલા સ્ટાફની રોજીરોટી પણ છીનવાઇ જશે. નાનામાં નાના યુનિટમાં 17-18 જણા કામ કરતા હોય છે, જ્યારે મોટી હોટલોમાં 200 – 250 લોકોનો સ્ટાફ હોય છે. આ તમામની રોજગારી અમારા સાથે જોડાયેલી છે અત્યાર સુધી તો અમે લોકોએ નફો જોયા વિના અમારા સ્ટાફને સાચવવા માટે પગાર કરી આપ્યા હતા, પરંતુ અમારો ધંધો નહીં ચાલે તો અમે તે લોકોને પગાર કઈ રીતે કરીશું ? શક્ય હોય એટલો જલદી સરકાર આ બંધ હટાવે તો ફૂડ ઇન્ડસ્ટ્રીઝનું તંત્ર ફરીથી ચાલતું થાય.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…