Not Set/ દેશ અને દુનિયામાં કોરોનાથી થતી મોતનાં આંકમાં ઘટાડો, જાણો આજનો આંકડો

ચીનમાંથી ફેલાયેલી કોરોના મહામારીએ સમગ્ર દુનિયાને હચમચાવી દીધુ છે. આ કોરોના મહામારીએ સામાન્ય નાગરિકોનાં જનજીવનને ક્ષતિગ્રસ્ત કર્યુ છે.

Top Stories Trending
11 62 દેશ અને દુનિયામાં કોરોનાથી થતી મોતનાં આંકમાં ઘટાડો, જાણો આજનો આંકડો

ચીનમાંથી ફેલાયેલી કોરોના મહામારીએ સમગ્ર દુનિયાને હચમચાવી દીધુ છે. આ કોરોના મહામારીએ સામાન્ય નાગરિકોનાં જનજીવનને ક્ષતિગ્રસ્ત કર્યુ છે. હાલમાં અમેરિકા સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. દરમ્યાન વિશ્વભરમાં કોરોનાની સંખ્યા વધીને 18.1 કરોડ થઈ ગઈ છે. જ્યારે આ મહામારીથી મૃત્યુઆંક વધીને 39.2 લાખ થઈ ગયો છે.

11 63 દેશ અને દુનિયામાં કોરોનાથી થતી મોતનાં આંકમાં ઘટાડો, જાણો આજનો આંકડો

જમ્મુ / મિલિટ્રી સ્ટેશન પાસે જોવા મળ્યુ વધુ એક ડ્રોન, તો શું કોઇ મોટું ષડયંત્ર કરી રહ્યા છે આતંકી?

દુનિયામાં કોરોનાનાં કેસ અને મોતનો આંકડો

સોમવારે સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) એ તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે, હાલનાં વૈશ્વિક કોરોનાવાયરસ કેસ અને મૃત્યુઆંક અનુક્રમે વધીને 18,13,86,878 અને 39,28,760 પર પહોંચી ગયા છે. યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અનુસાર, દુનિયાનાં સૌથી વધારે કેસ અને મોતની સંખ્યા અનુક્રમે- 3,36,40,493 અને 6,04,115 ની સાથે અમેરિકા સૌથી વધુ પ્રભાવિત દેશ છે. સંક્રમણનાં મામલે ભારત 3,03,16,897 કેસની સાથે બીજા ક્રમે છે. વળી 30 લાખથી વધુ કેસોવાળા અન્ય સૌથી ખરાબ દેશમાં બ્રાઝિલ (18,448,402), ફ્રાંસ (5,832,490), તુર્કી (54,14,310), રશિયા (54,08,744), યુકે (47,71,367), આર્જેન્ટિના (44,23,636), ઇટાલી (42,58,456), કોલમ્બિયા (41,87,194) છે, સ્પેન (37,92,642), જર્મની (37,34,830) અને ઇરાન (31,80,092) છે. વળી જો મોતની સંખ્યાની વાત કરીએ તો બ્રાઝિલ 5,14,092 સાથે બીજા ક્રમે છે. ભારત (3,96,730), મેક્સિકો (2,32,608), પેરુ (1,91,899), રશિયા (1,31,671), યુકે (1,28,367), ઇટાલી (1,27,500), ફ્રાંસ (1,11,174) અને કોલમ્બિયા (1,05,326) માં 1,00,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, મોંઘવારી સામાન્ય માણસનું નિકાળી રહી છે તેલ

11 64 દેશ અને દુનિયામાં કોરોનાથી થતી મોતનાં આંકમાં ઘટાડો, જાણો આજનો આંકડો

દેશમાં કોરોનાનાં કેસ અને મોતનો આંકડો

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર તાાજેતરમાં શાંત થઈ ગઈ છે, પરંતુ મૃત્યુઆંક અટક્યો નથી. છેલ્લા 24 કલાકમાં, કોવિડ-19 નાં કારણે 907 લોકોનાં મોત નીપજ્યાં છે અને 37,566 નવા કેસની પુષ્ટિ થઈ છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, દેશભરમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 3,03,16,897 થઇ ગઇ છે અને મૃત્યુઆંક 3,97,637 પર પહોંચી ગયો છે. કોરોનાથી ઠીક થઇ રહેલા લોકોનો દર વધીને 96.87 ટકા થયો છે અને દૈનિક પોઝિટિવિટી રેટ 2.12 ટકા છે.

ડ્રોન એટેક / જમ્મુ એરફોર્સ સ્ટેશન હુમલાની તપાસ ગૃહમંત્રાલયે NIA ને સોંપી, જાણો દેશ માટે કેટલો મોટો ખતરો?

આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કુલ 56,994 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જેનાથી અત્યાર સુધીમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,93,66,601 પર પહોંચી ગઈ છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 5,52,659 છે. સવારે 7 વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા રસીકરણનાં આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કુલ 32,90,29,510 લોકોને વેક્સિન આપવામાં આવી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 52,76,457 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

Footer 1 દેશ અને દુનિયામાં કોરોનાથી થતી મોતનાં આંકમાં ઘટાડો, જાણો આજનો આંકડો