કોરોના/ મહારાષ્ટ્રમાં 24 કલાકમાં જ કોરોનાનો મહાવિષ્ફોટ

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં જ કોરોનાનો મહાવિષ્ફોટ

Mantavya Exclusive
corona in india 6 મહારાષ્ટ્રમાં 24 કલાકમાં જ કોરોનાનો મહાવિષ્ફોટ

કોરોનાના કહેરે માઝા મુકી છે ત્યારે સૈથી વધારે મહારાષ્ટ્રને ભરડામાં લીધુ છે. મહારાષ્ટ્રની પરિસ્થિતી વધુને વધુ ખરાબ થતી જાય છે. છેલ્લા 24 કલાકમાંજ 47, 827  નવા કેસ નોધાતા હવે ફફડાટ નહીં પરંતુ લોકોમાં મોતનો ડર ઉભો થઇ રહ્યો છે. કોરોનાના કારણે માત્ર કેસમાં જ વધારો નયો પરંતુ છેલ્લા 24 કલાકમાં જ 428 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અત્યાર સુધીમાં કેસનો આંકડો 29 લાખને પાર પહોંચ્યો છે. જ્યારે હાલમાં 3.89 લાખ એક્ટિવ કેસ છે.

પુણેમાં

રેકોડબ્રેક 9,126 કેસ જ્યારે સપનાની નગરી મુંબઇમાં  8,948 નવા કેસ નોધાયા છે. આ માત્ર નોધાયેલા આંકડા છે. આ ઉપરાંત પણ હજુ કેસોની સંખ્યા વધી રહી છે.

જુદા-જુદા વિસ્તારોમાં કોરોનાગ્રસ્ત લોકો જોવા મળે છે. મુંબઇ, પુણે ઉપરાંત પણ મહારાષ્ટ્રના શહેરોમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. લોકોમાં ભીતી છે. હવે તો હોસ્પિટલોમાં પણ જગ્યાનો અભાવ થવાની ભીતી છે. બીજી બાજુ ફીલ્મી કલાકારોથી લઇ ટીવી કલાકારો અને ક્રીકેટરો પણ કોરોના સંક્રમીત થઇ રહ્યા છે.

જે લોકો પુર્ણ રીતે ધ્યાન રાખે છે પરંતુ નાની મોટી સહેજ પણ બેદરકારી થતા કોરોનાની ઝપેટમાં મહારાષ્ટ્રવાસીઓ આવી રહ્યા છે. સરકારે સંર્પુણ લોકડાઉન કરવાનું પણ વિચાર્યુ છે. જ્યારે કોરોનાને લઇને નિયમો પણ બનાવ્યા છે. હાલમાં તો મહારાષ્ટ્ર કોરોનાનું ગઢ કહી શકાય.