કોરોના સંક્રમણ/ રાજ્યમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે સરકારની ત્રણ ‘T’ ની વ્યૂહ રચના શું છે આવો જાણીએ ?

કોરોના સંક્રમણને અટકાવવા સરકારે ત્રણ T ની વ્યૂહ રચના અપનાવી છે. જેમાં રાજ્યમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ

Gujarat Others Trending
Untitled 69 રાજ્યમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે સરકારની ત્રણ ‘T’ ની વ્યૂહ રચના શું છે આવો જાણીએ ?

ટેસ્ટિંગ-ટ્રેસિંગ–ટ્રિટમેન્ટ થી સરકાર કોરોના સામે લડી રહીછે.

રાજ્યમાં સતત વકરી રહેલા કોરોના સંક્રમણને  લઇ રાજ્યના મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, સરકાર પૂરી સજાગતાથી પગલાં લઇ રહી છે કોઇએ ભય-ગભરાટ રાખવાની જરૂર નથી

કોરોના સંક્રમણને અટકાવવા સરકારે ત્રણ T ની વ્યૂહ રચના અપનાવી છે. જેમાં રાજ્યમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી છે

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને વયજૂથના બાધ વિના એટલે કે કોઇ પણ એઇજ ગૃપના હોય તેમને ફ્રંન્ટ લાઇન કોરોના વોરિયર્સ ગણીને એમનું રસીકરણ કરવામાં આવશે . રાજ્ય સરકાર કોરોના સામે પૂરી સજ્જતાથી પેશ આવી છે. ટેસ્ટિંગની સંખ્યા રોજના ૩ લાખ સુધી લઇ જવાના નિર્ધારમાં અત્યારે સવા બે લાખ જેટલું ટેસ્ટિંગ થાય છે.   એટલું જ નહિ, જ્યાં જરૂર જણાય ત્યાં કન્ટેનમેન્ટ ઝોન પણ વધારી રહ્યા છીએ. ઝડપથી ૧૦૪ ફિવર હેલ્પલાઇન, ધનવંતરિ રથ, સંજીવની રથ મારફતે ટ્રીટમેન્ટ વ્યવસ્થાઓ પ્ણ ઊભી કરી દેવાઇ છે. રાજ્યની હોસ્પિટલોના ૭૦ ટકા બેડ ખાલી છે.  ૪ મહાનગરોમાં કોરોના સંક્રમણ કેસ વધુ છે એટલે ત્યાં ફોકસ કરીને સરકાર આગળ વધે છે.  આ એક સાયકલ છે એટલે હજુ અઠવાડિયું કેસ વધશે પછી ડાઉન ટ્રેન્ડ આવશે.

વધુમાં તેમને જણાવ્યું તું કે,  કોરોના અનપ્રેડીકટેબલ છે પરંતુ કોઇએ ગભરાવાની કે ઉચાટ કરવાની જરૂર નથી. સરકાર બધા જ આવશ્યક પગલાં અને ઉપાયો કરી રહી છે.  કોરોના સંક્રમણથી બચવાના બે મુખ્ય ઉપાય ફરજીયાત માસ્ક અને વેકસીનેશન છે.