Not Set/ કોરોનાના કારણે ગુજરાત ST ને રોજનો 4 કરોડ રૂપિયાનો ફટકો

ગુજરાત એસ.ટી.નિગમને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રાજ્યમાં કોરોના સંક્ર્માનના પ્રારંભ થી આજની સ્થિતિએ ST બસમાં પ્રવાસીઓની સંખ્યામાં 75% તો નિગમની આવકમાં 80%નો ધરખમ ઘટાડો થયો છે.

Mantavya Exclusive
A 152 કોરોનાના કારણે ગુજરાત ST ને રોજનો 4 કરોડ રૂપિયાનો ફટકો

@દિક્ષિત ચનીયારા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ગુજરાત એસ.ટી.નિગમને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રાજ્યમાં કોરોના સંક્ર્માનના પ્રારંભ થી આજની સ્થિતિએ ST બસમાં પ્રવાસીઓની સંખ્યામાં 75% તો નિગમની આવકમાં 80%નો ધરખમ ઘટાડો થયો છે. આ ઉપરાંત દુ:ખદ વાત એ છે કે કોરોના સંક્રમણના કારણે નિગમના અંદાજીત 80 કર્મચારીના મૃત્યુ નીપજ્યા છે.

દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે કોરોનાની મહામારીના કારણે એસટી નિગમને પણ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ગાડી હજી પાટા પર ચડી રહી હતી ત્યાં જ ફરી કોરોનાનો કહેર વધ્યો જેના પગલે GSRTCની સેવા પર પણ અસર પડી રહી છે તેને પગલે લોકો પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે આ જ કારણે બસ સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી છે એમાં પણ રાત્રી કરફ્યું તેમજ મીની લોકડાઉનના કારણે મુસાફરોની સંખ્યા ઘટી છે પહેલા એસટી બસમાં 7300નું શિડ્યુલ હતું જે અત્યારે 3185 થઈ ગયું છે.

આ પણ વાંચો :ચાંદલોડિયામાં કોરોના ગાઇડલાઇનનું ભંગ કરી ચાલતું ટ્યૂશન કલાસ સીલ કરાયું

GSRTCના આંકડા મુજબ માર્ચ 2020 પછી ST નિગમની આવકમાં 80% ઘટાડો જોવા મળ્યો છે. સાથે મુસાફરોની સંખ્યામાં પણ 75%નો ઘટાડો થયો છે. અન્ય રાજ્યમાં લોકડાઉનની અસર ગુજરાત ST નિગમમાં જોવા મળી છે જેવા કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનની તમામ ટ્રીપ કેન્સલ થઈ છે મધ્યપ્રદેશને 58 , મહારાષ્ટ્રની 242, અને રાજસ્થાનની બસો 40 જેટલી ટ્રીપ સંપૂર્ણ રીતે બંધ છે ત્યારે રોજનો એસટી નિગમની આવક સાડા છ કરોડ હતી જે અત્યારે આ કોરોના ની બીજી લહેર માં અઢી કરોડ થઇ છે.

આ પણ વાંચો :ખાતરનાે ભાવ વધારો પરત નહી ખેંચાય તો ખેડૂતોએ આપી રાજવ્યાપી આંદોલનની ચીમકી

કોરોનાથી ગુજરાતમાં હજારો લોકોના દુ:ખદ મૃત્યુ થયા છે ત્યારે ST નિગમના 80 કર્મચારી મૃત્યુ પામ્યા છે માર્ચ 2020થી અત્યાર સુધીમાં 1500થી વધુ કર્મચારી સંક્રમિત થાય છે. ત્યારે હાલ અંદાજીત 100 કર્મચારી સારવાર લઇ રહ્યા છે.

આ પણ વાંચો : રાજકોટમાં બીજા દિવસે મોતનો આંકડો 40ની અંદર, બપોર સુધીમાં નવા કેસ 112

kalmukho str 10 કોરોનાના કારણે ગુજરાત ST ને રોજનો 4 કરોડ રૂપિયાનો ફટકો