Not Set/ રાજય માં કોરોના સંક્રમિત ઉમેદવાર પણ રવિવારે જીપીએસસીની પરીક્ષા આપી શકશે

રાજકોટ સહિત રાજયભરમાં આગામી રવિવારે લેવાનારી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરીક્ષા કોરોના સંક્રમિત ઉમેદવારો પણ આપી શકશે એવો નિર્ણય જીપીએસસી દ્રારા લેવાયો હોવાનું અધિક કલેકટર પરિમલ પંડાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા ઉમેદવારોની બેઠક વ્યવસ્થા અલગ માં કરવામાં આવશે ત્યાં એક બેચમાં માત્ર એક ઉમેદવારને જ બેસાડવામાં આવશે કોરોના સંક્રમિત […]

Gujarat Others
Untitled 188 રાજય માં કોરોના સંક્રમિત ઉમેદવાર પણ રવિવારે જીપીએસસીની પરીક્ષા આપી શકશે

રાજકોટ સહિત રાજયભરમાં આગામી રવિવારે લેવાનારી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરીક્ષા કોરોના સંક્રમિત ઉમેદવારો પણ આપી શકશે એવો નિર્ણય જીપીએસસી દ્રારા લેવાયો હોવાનું અધિક કલેકટર પરિમલ પંડાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા ઉમેદવારોની બેઠક વ્યવસ્થા અલગ માં કરવામાં આવશે ત્યાં એક બેચમાં માત્ર એક ઉમેદવારને જ બેસાડવામાં આવશે કોરોના સંક્રમિત ઉમેદવારે શનિવાર સાંજ સુધીમાં આ માટે ની જાણકારી આપીને રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. રવિવારે રાજકોટમાં અલગ–અલગ ૫૪ કેન્દ્રમાં સવાર અને બપોરના સત્રમાં પરીક્ષા લેવામાં આવશે રાજકોટ કેન્દ્રમાં ૧૨૩૬૫ ઉમેદવારો નોંધાયા છે પરીક્ષા કામગીરીમાં જોડાયેલા કેન્દ્ર સંચાલક આયોગના પ્રતિનિધિ સુપરવાઇઝર વગેરેને કલેકટર કચેરીમાં તાલીમ આપવામાં આવી હતી.