Covid-19/ કોરોનાએે ફરી મચાવ્યું તાંડવ, છેલ્લા 24 કલાકમાં 40 હજારને પાર નોંધાયા કેસ

હવે આ કેસ છેલ્લા 24 કલાકમાં 40 હજારને પાર આવતા ત્રીજી લહેરની આશંકા વધી ગઇ છે. જણાવી દઇએ કે, હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા પણ ઘટીને 4 લાખ થઈ ગઈ છે.

Top Stories India
11 6 કોરોનાએે ફરી મચાવ્યું તાંડવ, છેલ્લા 24 કલાકમાં 40 હજારને પાર નોંધાયા કેસ

વિશ્વવ્યાપી કોરોના મહામારી સતત તાંડવ મચાવી રહી છે, આ દરમિયાન, કોરોનાનાં વૈશ્વિક કેસો વધીને 22.24 કરોડ થઇ ગયા છે અને આ મહામારીથી મૃત્યુઆંક વધીને 45.9 લાખ થયો છે. વળી, કુલ 5.56 અબજ લોકોને રસી આપવામાં આવી છે. બીજી તરફ ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 43,263 નવા કેસ નોંધાયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસ 40 હજારની અંદર આવી રહ્યા હતા, જ્યારે આજે આ કેસ 40 હજારને પાર કરી ગયા હોવાથી ચિંતામાં વધારો થવો હવે સ્વાભાવિક છે.

આ પણ વાંચો – પરીક્ષાઓ માટે તૈયાર રહો /  શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર બહાર પડાયું નવું શૈક્ષણિક સત્ર ૬ જૂન ૨૦૨૨ થી થશે શરૂ થશે

આપને જણાવી દઇએ કે, ગયા અઠવાડિયે જ્યારે કોરોના કેસોની સંખ્યા 40 હજારને વટાવી ગઈ હતી, જેે બાદથી સરકારની ચિંતામાં વધારો થયો હતો, પરંતુ તે બાદ કેસોની સંખ્યા 40 હજારથી નીચે નોંધાતા જનતા અને સરકારે પણ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે હવે આ કેસ છેલ્લા 24 કલાકમાં 40 હજારને પાર આવતા ત્રીજી લહેરની આશંકા વધી ગઇ છે. જણાવી દઇએ કે, હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા પણ ઘટીને 4 લાખ થઈ ગઈ છે. હવે દેશમાં કોરોનાનાં સક્રિય કેસોની કુલ સંખ્યા 3,93,614 પર પહોંચી ગઈ છે. દેશમાં હાલમાં સક્રિય કેસ સાથે કુલ કેસોનાં માત્ર 1.18 % કેસ છે. છેલ્લા 24 કલાકમાં 40,567 લોકો કોરોનાથી ઠીક થયા છે. ચેપગ્રસ્ત લોકોની સરખામણીએ કોરોનામાંથી ઠીક થતા દર્દીઓની સંખ્યા ઘટી છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 97.48 % છે. કોરોનાને હરાવ્યા બાદ અત્યાર સુધીમાં કુલ 3,23,04,618 લોકો ઠીક થયા છે. સરકાર સતત લોકોને યોગ્ય રીતે વર્તવા અને વાયરસથી બચવા માટે કોરોનાની રસી મેળવવા વિનંતી કરી રહી છે.

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / આતંકવાદને લઈને તાલિબાનમાં સંપૂર્ણ વિશ્વાસ નથી અમે રાખીશુ તેમની પર નજરઃઅમેરીક વિદેશ મંત્રી

ભારતમાં ઝડપથી ચાલતી કોરોના રસીકરણ હેઠળ છેલ્લા 24 કલાકમાં 86,51,701 લોકોને રસી આપવામાં આવી છે. જણાવી દઇએ કે, હવે રસીકરણ હેઠળ કુલ 71.65 કરોડ કોરોના રસીઓ આપવામાં આવી છે. વળી, કોરોના વાયરસની ઓળખ માટે કોરોના ટેસ્ટિંગ પણ સતત કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ટેસ્ટ કરવામાં આવ્યા છે.