Not Set/ સાબરકાંઠામાં કોરોના ભરડો, ગામના લોકોએ કર્યું સાત દિવસનું લોકડાઉન

સાબરકાંઠામાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામડાઓ સ્વંયભુ બંધ પાળી રહ્યા છે. હિંમતનગરનું કાણીયોલ ગામ આજથી સાત દિવસ માટે સ્વયંભુ સજ્જડ બંધ રહેશે.

Gujarat Others Trending
Mantavya 65 સાબરકાંઠામાં કોરોના ભરડો, ગામના લોકોએ કર્યું સાત દિવસનું લોકડાઉન

સાબરકાંઠામાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામડાઓ સ્વંયભુ બંધ પાળી રહ્યા છે. હિંમતનગરનું કાણીયોલ ગામ આજથી સાત દિવસ માટે સ્વયંભુ સજ્જડ બંધ રહેશે. માત્ર સવાર સાંજ બે કલાક આવશ્યક ચીજ વસ્તુની દુકાનો રહશે શરૂ.

  • જિલ્લામાં 5 હજારથી વધુ કેસ
  • સંક્રમણ અટકાવવા લીધા પગલા
  • સાત દિવસનું લોકડાઉન

સાબરકાંઠા જિલ્લા સહીત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે એને અટકાવવા માટે લોકો સ્વયભું લોકડાઉન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં 5000 જેટલા કોરોના પોઝેટીવ કેસ નોધાઇ ચુક્યા છે. ત્યારે વધતા સંક્રમણને અટકાવવા માટે ગામડાઓ સ્વંયભુ બંધ પાળવા તરફ આગળ આવ્યા છે. જિલ્લાના મુખ્યમથક હિંમતનગરના કાણીયોલ ગામ માં વધતા કોરોના સંક્રમણ ને અટકાવવા માટે ગામને સાત દિવસ સંયભુ બંધ રાખવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામમાં આશરે 2200 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે. કોરોના સંક્રમણ વધે નહીં એ માટે ગ્રામજનોએ સાત દિવસ ગામ સ્વંયભુ સજ્જડ બંધ પાળ્યું છે. ગામમાં આવેલ તમામ દુકાનો પણ બંધ રહશે અને આવશયક ચીજ વસ્તુની દુકાન સવાર સાંજ બે બે કલાક શરૂ રહેશે.  ત્યારબાદ તમામ દુકાનો પણ બંધ રાખવાનો નિર્ણય ગ્રામજનોએ કર્યો છે ત્યારે આજથી અમલ થયેલ સ્વંયભુ બંધનું ચુસ્ત પણે અમલ જોવા મળી રહ્યો છે.

એક તરફ રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના કેસોમાં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે.  તો બીજી તરફ વધતા સંક્રમણ ને અટકાવવા માટે ગામડાઓ સ્વંયભુ બંધ પાળી રહ્યા છે.