Not Set/ સુરતમાં વિદ્યાર્થીઓમાં વધ્યું કોરોના સંક્રમણ, જાણો નવા કેટલા નોંધાય કેસ

ગઈકાલે સુરતમાં 24 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે.વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા શાળાઓ કોલેજોના વર્ગખંડ બંધ કરવામાં આવ્યા છે.

Gujarat Surat
કોરોના
  • સુરતમાં વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધ્યું
  • ગઈકાલે સુરતમાં 24 વિદ્યાર્થી કોરોના સંક્રમિત
  • વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતી શાળાઓ કોલેજોના વર્ગખંડ બંધ
  • સુમન શાળા-ઉધના, એલ પી સવાણી શાળામાં વર્ગખંડ બંધ
  • એપેરિમેન્ટલ, SVNT, વાડિયા વિમેન્સ કોલેજ વર્ગખંડ બંધ

રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવામાં સુરત શહેરમાં પણ કોરોનાનો કાળો કેર જોવા મળી રહ્યો છે. શહેરમાં વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધ્યું છે. ગઈકાલે સુરતમાં 24 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે.વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા શાળાઓ કોલેજોના વર્ગખંડ બંધ કરવામાં આવ્યા છે. સુમન શાળા ઉધના, એલ પી સવાણી શાળા, એપેરિમેન્ટલ, SVNT કોલેજ, વાડિયા વિમેન્સ કોલેજમાં વર્ગખંડ બંધ રાખવામાં આવ્યા છે અને કુલ 388 જેટલા સ્ટાફનું કોન્ટેકટ ટ્રેસિંગ કરાયુ છે.ઉલ્લેખનીય છે કે, સુરતમાં 900 થી વધુ વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં કોરના સંક્રમિત થયા છે.

આ પણ વાંચો : ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં લાગી આગ, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

 કોરોના

આ પહેલા બુધવારે દેશમાં કોવિડ-19ના 2,85,914 નવા કેસ નોંધાયા હતા. આ રીતે કોરોના સંક્રમિતોની સંખ્યા ચાર કરોડને વટાવી ગઈ છે. આ સમયગાળા દરમિયાન 665 લોકો મૃત્યુ પામ્યા હતા. આ આંકડા દર્શાવે છે કે છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા કેસોમાં એક હજારથી વધુનો વધારો થયો છે. પરંતુ મૃતકોની સંખ્યામાં ઘટાડો થયો છે. હાલમાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેર જોવા મળી રહી છે. દેશમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 93.33 ટકા છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર 17.75 ટકા છે. સરકારી સૂત્રોએ તાજેતરમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં કોરોનાનો ગ્રાફ નીચે જઈ શકે છે.

આ પણ વાંચો :ધંધુકામાં ફાયરિંગમાં યુવકનું મોત બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ,આજે બંધનું એલાન,જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો :ગુંદીયાળા ગામના ખેડૂતે 12 એકર બંજર જમીનમાં 1400 કાગદી લીંબુના છોડ વાવી રૂ. 12 લાખની આવક મેળવી

આ પણ વાંચો :ધ્રાંગધ્રા ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાને રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થઇ

આ પણ વાંચો :  દેશમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે ઘટાડો,નવા 2 લાખથી વધુ કેસ,સતત ત્રીજા દિવસે રિકવરીના કેસ વધારે