Covid-19/ કાબૂમાં કોરોના : જેટલા કેસ નોંધાયા તેના કરતા 207 વધુ દર્દી ડિસર્ચાજ થયા

ગુજરાત કોરોના કન્ટ્રેલ મામલે પ્રગતિનાં પંથે છે. આજે એટલે કે, પાછલા 24 કલાકમાં રાજ્યમાં જેટલા નવા કોરોનાનાં સંક્રમણનાં કેસ નોંધવામાં આવ્યા તેના કરતા 207 વધુ દર્દીઓએ કોરોનાને માત

Top Stories Gujarat
corona11111 કાબૂમાં કોરોના : જેટલા કેસ નોંધાયા તેના કરતા 207 વધુ દર્દી ડિસર્ચાજ થયા

ગુજરાત કોરોના કન્ટ્રેલ મામલે પ્રગતિનાં પંથે છે. આજે એટલે કે, પાછલા 24 કલાકમાં રાજ્યમાં જેટલા નવા કોરોનાનાં સંક્રમણનાં કેસ નોંધવામાં આવ્યા તેના કરતા 207 વધુ દર્દીઓએ કોરોનાને માત આપી ડિસર્ચાજ લીધુ છે. બીલકુલ અને ગુજરાતમાં હવે કોરોનાનાં ફક્ત 8149 એક્ટિવ કેસ જ છે. આમ તો કોરોનાનાં હાહાકાર અને દુનિયાની સ્થિતિ જોઇએ તો આ વાત સાંભળીને એક રાહતનો અહેસાસ થાય તેમછે. જો કે, પાછલા ઘણા દિવસથી ગુજરાતમાં આવા રહાતના જ આંકડા નોંધવામાં આવી રહ્યા છે. પાછલા થોડા દિવસોથી ગુજરાતમાં કોરોનાનાં કેસની સંખ્યા અને કોરોનાનાં કારણે મોતની સંખ્યામાં ઘટાડો કે કાબૂ જોવામાં આવી રહ્યો છે.

Spanish Photographers Portray Their Country Under Coronavirus : The Picture  Show : NPR

ગુજરાતમાં નોંધવામાં આવેલા કોરોનાના આજનાં એટલે કે શુક્રવારનાં આંકડાની વાત કરવામાં આવે તો, આજે સામે આવેલા કેસ અને મોતનાં આંકડા એટલે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે  નવા કેસની સંખ્યા 685 નોંધવામાં આવી છે. જો કે ગઇ કાલ કરતા આજે કોરોનાનાં થોડા કેસ વધુ આવ્યા છે. પરંતુ સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 03 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે. જે ગઇકાલ જેટલા જ છે અને મોતનો આંકડો વધ્યો નથી

All you need to know about Corona Virus in India | UNICEF India

રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  892 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 238114 દર્દીઓ‍ સાજા‍ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 8149 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 8149 એકટિવ  કેસમાંથી 61 વેન્ટીલેટર પર છે, જ્યારે 8088 દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે.

Covid-19 could be under control by February: Panel - india news - Hindustan  Times

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 685 કોરોના પોઝિટીવ  કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 250598 પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 03  લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 4335 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.

Why governments shouldn't claim coronavirus is under control — Quartz

રાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય‍ સરકારના‍ સઘન‍ પ્રયાસોના‍ પરિણામે‍ કોરોના‍ વાયરસના‍ સાંક્રમણનું પ્રમાણ‍ ધીમે ધીમે ઘટી રહ્યું છે. એજ‍ રીતે‍ કોરોના‍ ટેસ્ટીંગની‍ ક્ષમતા‍ પણ‍ વધારવામા‍ં આવી‍ રહી‍ છે. આજે રાજ્યમા કુલ  49952 ટેસ્ટ કરવામાાં આવ્યા છે. અને કુલ મળીને આત્યાર સુધીમાં રાજયમાાં‍  10053558 ટેસ્ટ કરવામા આવ્યા છે.

Jharkhand Coronavirus Update: Coronavirus Under Control in Jharkhand  Recovery Rate is Good

રાજ્યના‍ જુદા‍જુદા‍ જીલ્લાઓમાં આજની‍ તારીખે‍ કુલ 490756 લોકોને કોરેન્ટાઈન કરવામા આવ્યા છે, જે પૈકી 490640 લોકો હોમ કોરેન્ટાઈન છે અને 116 લોકો ફેસીલીટી કોરેન્ટાઈનમા રાખવામા આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.02 છે.

આહીં ક્લિક કરી તમે વાંચી શકો છે ગુજરાત સરકાર દ્વારા રોજેરોજ બહાર પાડવામાં આવતું કોરોના બુલેટીન પણ –  Press Brief 08.01.2021

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…