નિર્ણય/ પાટણમાં વેપારીઓને કોરોનાની વેક્સિન ફરજિયાત

ફરજિયાત વેકસિન લેવી પડશે પાટણનાંં વેપારીઓએ

Gujarat
vaccine પાટણમાં વેપારીઓને કોરોનાની વેક્સિન ફરજિયાત

રાજ્યપ્માં કોરોનાની કહેરે માઝા મૂકી છે.કોરોના સંક્રમણના કેસો પ્રતિદિન વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેરે ડરનો માહોલ પેદા કરી દીધો છે.સરકાર દ્વારા અસરકાર પગલાં લેવા નાઇટ કફર્યુ અમલી બનાવી દીધું છે.રાજ્યના તમામ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસો ખુબ વધી રહ્યાં છે તેને રોકવા સ્વૈચ્છિક લોકડાઉન પણ નાના-મોટાં શહેરોમાં લાગી રહ્યું છે. પાટણ નગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના દરેક વેપારીએ વેક્સિન લેવી ફરજિયાત કરી છે.

પાટણમાં દરેક વેપારીએ વેકસિન લેવી ફરજિયાત છે જો કોઇ પણ વેપારી વેક્સિન લેવામાં આનાકાની કરશે તો તેને ધંધો-રોજગાર કરવા દેવામાં આવશે નહિ.પાટણ નગરપાલિકાની બોર્ડમાં શહેરના વેપારીઓ માટે વેક્સિન ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટા વેપારીઓ સહિત નાના વેપારીઓ,હોટલમાં કામ કરતાં કર્મચારી,મેડિકલ સ્ટોર્સના વેપારી હોસ્પિટલ સ્ટાફ, અને શાકભાજી વેપારી સહિત દરેક વેપારીનો ફરજિયાત વેક્સિન લેવામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

પાટણના ક્રમચારીઓ વેક્સિન ના લેનાર વેપારીઓનો સર્વે ડોર ટુ ડોર કરવામાં આવશે, આ સર્વે માટે નગરપાલિકાના 12 કર્મચારીઓ કામે લગાડવામાં આવ્યાં છે.