Not Set/ બાળકો માટે આવતા મહિને ઉપલબ્ધ થઇ શકે છે કોરોના વેક્સિન

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) નાં ડિરેક્ટર પ્રિયા અબ્રાહમે કહ્યું છે કે, બાળકો માટે કોવિડ-19 રસી સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થઈ શકે છે.

Top Stories India
બાળકો માટે રસી

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) નાં ડિરેક્ટર પ્રિયા અબ્રાહમે કહ્યું છે કે, બાળકો માટે કોવિડ-19 રસી સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થઈ શકે છે. તેમણે કહ્યુ કે, બે વર્ષથી 18 વર્ષ સુધીનાં બાળકોને રસીની માત્રા આપવાનું ‘ટ્રાયલ’ ચાલુ છે.

1 210 બાળકો માટે આવતા મહિને ઉપલબ્ધ થઇ શકે છે કોરોના વેક્સિન

આ પણ વાંચો – Shameful / પાકિસ્તાનમાં મહિલા ટિકટોકર પર ટોળાએ કર્યો હુમલો, કપડા પણ ફાંડી નાખ્યા, જુઓ વીડિયો

કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર પહેલા બાળકો વિશે એક રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે. બાળકો માટે સ્વદેશી કોવિડ-19 રસી સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં આવી શકે છે. ICMR-NIV ડિરેક્ટર પ્રિયા અબ્રાહમે 2 થી 18 વર્ષનાં બાળકો માટે રસીનાં ફેઝ-2 અને ફેઝ-3 ટ્રાયલ વચ્ચે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટે સ્વદેશી કોરોના રસી ભારતમાં આવી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની એક ઓટીટી ચેનલ ઈન્ડિયા સાયન્સને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયાએ જણાવ્યું હતું કે, આશા છે કે ટ્રાયલનાં પરિણામો બહુ જલ્દી ઉપલબ્ધ થશે. જે નિયમનકારો સમક્ષ રજૂ કરવામાં આવશે. તેથી સપ્ટેમ્બર સુધીમાં અથવા તે પછી, અમારી પાસે બાળકો માટે કોવિડ-19 રસીઓ ઉપલબ્ધ થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, ICMR અને હૈદરાબાદ સ્થિત વેક્સિન કંપની ભારત બાયોટેકે ભારતની પ્રથમ સ્વદેશી કોવિડ-19 રસી, કોવેક્સિન બનાવી છે. અગાઉ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનાં સીઇઓ અદાર પૂનાવાાએ કહ્યું હતું કે, ઓક્ટોબરનાં પહેલા સપ્તાહ સુધીમાં ભારતમાં સીરમનો Covovax લોન્ચ થશે. આ વેક્સિન ભારતમાં 12 વર્ષથી વધુ ઉંમરનાં બાળકો માટે આવશે. તેમણે આગળ કહ્યું કે, આવતા વર્ષે એટલે કે 2022 નાં પહેલા ક્વાર્ટરમાં 12 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે પણ વેક્સિન લોન્ચ કરવામાં આવશે. આ સાથે, ભારતમાં અન્ય બાળકો માટે ઝાયડસ કેડિલાની બીજી રસી પણ ઉપલબ્ધ થઈ શકે છે.

1 211 બાળકો માટે આવતા મહિને ઉપલબ્ધ થઇ શકે છે કોરોના વેક્સિન

આ પણ વાંચો – અફઘાનિસ્તાનમાં કટોકટી / અમેરિકાએ કર્યું કઈ એવું કે અફઘાનિસ્તાનમાં સત્તા પર આવવા છતાં તાલિબાન પૈસા માટે રહેશે મોહતાજ

ઝાયડસ કેડિલાએ સરકારને તેની રસી માટે પરવાનગી માટે અરજી કરી છે. અબ્રાહમે કહ્યું કે, ઝાયડસ કેડિલા રસી પણ ટ્રાયલ હેઠળ છે. તે બાળકો માટે પણ ઉપલબ્ધ થઈ શકે છે. કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે વધુ ચેપી હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં, નાના બાળકો માટે રસીનું ટેસ્ટિંગ સમગ્ર વિશ્વમાં શરૂ થઈ ગયું છે. અમેરિકાની ફાઇઝર કંપનીએ 12 વર્ષથી વધુ ઉંમરનાં બાળકો માટે રસીનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. ભારતમાં પણ બાયોટેક કંપનીની કોવેક્સિને બાળકો પર ટેસ્ટિંગ શરૂ થઈ રહ્યું છે. રસીનાં બૂસ્ટર અંગેનાં એક સવાલ પર તેમણે કહ્યું કે, બૂસ્ટર ડોઝ પર અભ્યાસ વિદેશમાં ચાલી રહ્યો છે અને આ માટે ઓછામાં ઓછી સાત અલગ અલગ રસીની ટ્રાયલ આપવાામાં આવી છે. હવે, ડબ્લ્યુએચઓ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) એ મોટા ભાગનાં દેશોમાં રસીકરણ ન થાય ત્યાં સુધી તેને રોકી રાખ્યું છે. આનું કારણ એ છે કે ઉચ્ચ આવક અને ઓછી આવક ધરાવતા દેશો વચ્ચે રસીનો ખતરનાક અંતર છે. પરંતુ, બુસ્ટર માટે ભલામણો ભવિષ્યમાં ચોક્કસપણે આવશે.