Vaccine/ ગણતરીની ઘડીમાં જ ગુજરાત પહોંચશે કોરોના રસી, આવી છે તૈયારીઓ – રસીકરણમાં આટલો થશે કુલ ખર્ચ

કોરોના રસી મુદ્દે સૌથી મોટા સમાચાર એ છે કે, ગણતરીની કલાકોમાં જ કોરોના રસી ગુજરાત પહોંચશે. સિરમ ઇન્સ્ટીટ્યુટની કોવિશિલ્ડ રસીનો પ્રથમ જથ્થો ગુજરાત પહોંચશે આમ

Gujarat Others
corona vaccine ગણતરીની ઘડીમાં જ ગુજરાત પહોંચશે કોરોના રસી, આવી છે તૈયારીઓ - રસીકરણમાં આટલો થશે કુલ ખર્ચ

કોરોના રસી મુદ્દે સૌથી મોટા સમાચાર એ છે કે, ગણતરીની કલાકોમાં જ કોરોના રસી ગુજરાત પહોંચશે. સિરમ ઇન્સ્ટીટ્યુટની કોવિશિલ્ડ રસીનો પ્રથમ જથ્થો ગુજરાત પહોંચશે આમ તો સ્કેડ્યુલ પ્રમાણે આ જથ્થો સાંજે પાંચ વાગ્યાની આસપાસ સિરમ ઇન્સ્ટિટયૂટથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ઉલ્લેખનીય છે કે, આગામી 16મી જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ થશે.

અમદાવાદ એરપોર્ટથી રસીના જથ્થાને ગાંધીનગર સ્ટોરેજ ખાતે લઈ જવાશે અને આ માટે ગ્રીનકોરીડર ઉભુ કરી દેવામાં આવ્યું છે, જેથી રસીના જથ્થાને આસાનીથી ગાંધીનગર ખાતે લઈ જઇ શકાય. આખા રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  SP, DYSP, PI, PSI, સહિતના પોલીસકર્મી તૈનાત છે.

ઉલ્લેખનીય છે કે,  ગુજરાતમાં કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો આવતીકાલ તા.12.01.2021, મંગળવારના રોજ સવારે 10.45 કલાકે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ ખાતે આવનાર છે. આ પ્રસંગે માન.નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સવારે 10.15 કલાકે એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહેશે.

તમામ તૈયારીઓ વચ્ચે સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની ભાવ મામલે સ્પષ્ટતાની સાથે સાથે સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, રસીના એક ડોઝની કિંમત 200 રૂપિયા રખાઈ છે અને દરેક વ્યક્તિએ રસીના બે ડોઝ લેવાના રહેશે. આમા 200 રુપિયાનો એક એવા બે ડોઝ લેવાનાં રહેતા હોવાનાં કારણે રસીકરણ અંતર્ગત 400 રૂપિયા ચૂકવવા પડશે. જો કે, સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેર પ્રમાણે 3 કરોડ કર્મચારીઓને મફત રસી અપાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…