Vaccination/ કોરોના રસી લેનાર કોરોના વોરિયર્સને કોવિડ બેઝ આપી સન્માનિત કરાયા

વૈશ્વિક મહામારી કોવિડ-19  વાયરસ સામે રક્ષણ આપતી વેક્સિનની ઈંતેજારીનો અંત આવ્યો છે દેશ અને રાજ્ય માં આજથી રસીકરણ નો શુભારંભ ગુજરાત સરકારના રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા કરાવવામાં આવ્યો..

Gujarat Others
sssss 38 કોરોના રસી લેનાર કોરોના વોરિયર્સને કોવિડ બેઝ આપી સન્માનિત કરાયા

@સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ – છોટાઉદેપુર

વૈશ્વિક મહામારી કોવિડ-19  વાયરસ સામે રક્ષણ આપતી વેક્સિનની ઈંતેજારીનો અંત આવ્યો છે દેશ અને રાજ્ય માં આજથી રસીકરણ નો શુભારંભ ગુજરાત સરકારના રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા કરાવવામાં આવ્યો. ત્યારે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર  સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, સી.ડી.એચ.ઓ એમ.આર.ચોધરી, જિલ્લા ભાજપાનાં પ્રમુખ રશ્મિકાંત વસાવા મહામંત્રી રાજેશભાઈ પટેલ બોડેલી તાલુકા ભાજપના પ્રમુખ કાર્તિક શાહ વિગેરે સહિત તાલુકાના કોરોના વોરિયર્સ આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લામાં  પ્રથમ  7190 વેકશીન નો ડોઝ મોકલવામાં આવ્યો છે  પ્રથમ ડોઝમાં ડોક્ટરો અને પેરામેડીકલ સ્ટાફ ને આપવામાં આવનાર છે. જે અંતગર્ત આજે  જિલ્લામાં પ્રથમ તબક્કામાં બોડેલીના સૂર્યાઘોડા સહિત સુસ્કાલ તેમજ પાલસંડા ખાતે રસી કેન્દ્રનાં પોઈન્ટ બનાવી જિલ્લા માં આજે  રસીકરણ માટે  262 જેટલા રજીસ્ટ્રેશન નોંધાયા હતા. ઇન્દ્રાલ સબ સેન્ટરના એફ.એ.ડબ્લ્યુ ફરઝાનાબેન મન્સૂરી, 108 ઈ.એમ.ટી કલારાણીના નરેશ સોલંકી, ડો. મેહુલ રાઠવા આયુષ એમ.ઓ બોડેલીનાઓને આજે  કોરોનાની રસી આપવામાં આવી હતી  કોરોના ની રસી આપ્યા બાદ રસી લેનાર લાભાર્થીઓને ઓબ્જર્વેશન હેઠળ રખાયા હતા.

sssss 39 કોરોના રસી લેનાર કોરોના વોરિયર્સને કોવિડ બેઝ આપી સન્માનિત કરાયા

આજે પ્રથમ દિવસે જીલ્લાના  ત્રણ સેન્ટર ખાતે પ્રથમ દિવસે 200 જેટલા આરોગ્ય કર્મીઓને કોરોના 3 સેન્ટર પરથી કોરોનાની  વેક્સિન  આપવાનું આયોજન કરવામાં આવ્યું. દરેક રસીકરણ કેન્દ્રો પર લાભાર્થીઓને જરૂરી તકેદારીઓ સાથે રસી આપી જિલ્લામાં રસીકરણનો પ્રારંભ કરાયો કોરોના રસી લેનાર કોરોના વોરિયર્સ ને કોવિડ બેઝ આપી સન્માનીત કરાયા હતા.

Covid-19 / તો શું હવે કોરોના મુક્ત થશે ગુજરાત? જાણો છેલ્લા 24 કલાકમાં ક…

Rajkot / આવતીકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટમાં, પ્રબુદ્…

Ahmedabad: પૈસાની ઠગાઈ કરતો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી ઝડપાયો…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો