Corona Virus/ કોરોનાના સક્રિય કેસો આ બે રાજ્યોમાં વધારે, આરોગ્ય મંત્રાલયનું સતાવાર નિવેદન

આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે કોવિડ -19 રસીના 1,17,54,788 ડોઝ મંગળવારે બપોરે 1 વાગ્યા સુધી દેશમાં લાગુ થયા હતા, જેમાંથી 1,04,93,205 ને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો અને 12,61,583 ને બીજો આપ્યો હતો

India
health rajesh કોરોનાના સક્રિય કેસો આ બે રાજ્યોમાં વધારે, આરોગ્ય મંત્રાલયનું સતાવાર નિવેદન

આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે કોવિડ -19 રસીના 1,17,54,788 ડોઝ મંગળવારે બપોરે 1 વાગ્યા સુધી દેશમાં લાગુ થયા હતા, જેમાંથી 1,04,93,205 ને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો અને 12,61,583 ને બીજો ડોઝ આપ્યો હતો. કર્ણાટક, તેલંગાણા, દિલ્હી, પંજાબ સહિત 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આરોગ્ય કર્મચારીઓના 60 ટકાથી ઓછા લોકોને રસીની પહેલી માત્રા આપવામાં આવી છે.

Gujarat / 6 મનપાની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય, વડાપ્રધાન મોદીએ કહ્યું – થેંક્યું ગુજરાત

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે માહિતી આપી હતી કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 ટકાથી વધુ આરોગ્ય કર્મચારીઓને કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ભારતમાં છ લોકોમાં SARS-COV-2 ની દક્ષિણ આફ્રિકાનો નવો સ્ટ્રેન મળી આવ્યો છે જે ખતરનાક છે.

Chamoli / ઉત્તરાખંડના ચમોલીમાં ગુમ થયેલાં 136 લોકોને રાજ્ય સરકારે મૃત જાહેર કર્યા

ભૂષણે કહ્યું કે દેશમાં કોવિડ -19 ની સારવાર હેઠળના 75 ટકા કેસ બે રાજ્યો કેરળ અને મહારાષ્ટ્રમાં છે. જેમાં 38% કેરળમાં સક્રિય કેસ છે અને મહારાષ્ટ્રમાં 37%. ઉપરાંત, કર્ણાટકમાં 4%, તમિળનાડુમાં 2.78% સક્રિય કેસ છે.

આક્રોશ / સુરતમાં કોંગ્રેસની શરમજનક હારથી કાર્યકર્તાઓનો રોષ ભભૂક્યો, આ સિનિયર નેતાઓના પૂતળા સળગાવ્યા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…