Covid-19/ કોરોનાનાં કેસમાં આજે ફરી નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ

આજે દુનિયાભરમાં કોરોનાનો કહેર યથાવત છે. ખાસ કરીને બ્રિટનથી કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થઇ ગયો છે. જો કે હવે આ કોરોનાનો નવો સ્ટ્રેન ભારતમાં પણ પ્રવેશ થઇ ચુક્યો છે…

Gujarat Others
Makar 91 કોરોનાનાં કેસમાં આજે ફરી નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 675
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 251273
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 5
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 851
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 238965
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 7968

આજે દુનિયાભરમાં કોરોનાનો કહેર યથાવત છે. ખાસ કરીને બ્રિટનથી કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થઇ ગયો છે. જો કે હવે આ કોરોનાનો નવો સ્ટ્રેન ભારતમાં પણ પ્રવેશ થઇ ચુક્યો છે. જો કે ગુજરાત માટે રાહતનાં સમચાર છે કે ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ હાલ નબળુ પડતુ જોવામાં આવી રહ્યું છે. હાલની સ્થિતિએ કહી શકાય કે કોરોનાનો કહેર કાબૂમાં જોવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 675 નવા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં નોંધવામાં આવેલા કોરોનાના આજનાં આંકડાની વાત કરવામાં આવે તો, આજે સામે આવેલા કેસ અને મોતનાં આંકડા એટલે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આંકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે  નવા કેસની સંખ્યા 675 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 05 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે. જ્યારે 851 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. કુલ ઠીક થયેલા દર્દીઓની વાત કરીએ તો 2,38,965 દર્દીઓે આ બિમારીને હરાવી ઠીક થઇ ચુક્યા છે. વળી હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 7,968 છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો