અમદાવાદ/ કોરોના કેસ વધતા ફરી પાછા ટેસ્ટિંગ ડોમ ઉભા કરાયા

વધતા જતા કેસોને લઈને  તંત્ર ફરી જાગી રહ્યું છે . જેમના  પગલે    લોકો સરળતાથી આર.ટી.પી.સી.આર કે એન્ટીજન ટેસ્ટ કરી શકે તે માટે શહેરમાં 40 સ્થળો પર ડોમ ઉભા કરાયા

Ahmedabad Gujarat
Untitled 184 કોરોના કેસ વધતા ફરી પાછા ટેસ્ટિંગ ડોમ ઉભા કરાયા

રાજયમાં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં લાખો લોકો કોરોનામાં  મૃત્યુ પામ્યા હતા . સરકાર દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ત્યારે હવે દિવાળીની રજાઓ  પૂર્ણ થતા  રાજયમાં ફરી પાછા કોરોના  કેસે માથું ઉચક્યું હોય તેવું જોવા મળી રહ્યું. તેમાં પણ આ બે ઋતુ ભેગી થતા રાજયમાં  સર્દી અને તાવ ના કેસો વધતા જોવા મળી રહ્યા છે . વધતા જતા કેસોને લઈને  તંત્ર ફરી જાગી રહ્યું છે . જેમના  પગલે    લોકો સરળતાથી આર.ટી.પી.સી.આર કે એન્ટીજન ટેસ્ટ કરી શકે તે માટે શહેરમાં 40 સ્થળો પર ડોમ ફરી શરુ કરાયા છે . શહેરમાં આજે પણ સરેરાશ દરરોજ 5 હજાર આરટીપીસીઆર ટેસ્ટ થાય છે તેમજ એન્ટીજન ટેસ્ટ પણ મોટી સંખ્યામાં થઇ રહ્યા છે.

અમદાવાદ શહેરમાં ચાર રસ્તાઓ અને અર્બન હેલ્થ સેન્ટર પર ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે. હાલ શહેરમાં કોરોનાના કેસ ડબલ ડિઝીટ પાર કરતા નથી પરંતુ એએમસી આરોગ્ય વિભાગ કોરોનાની ત્રીજી લહેરના સંભાવના પગલે અને શહેરમા જે રીતે અન્ય વાયરલ ફ્લૂના કેસમાં વધારો થતા, અગમચેતીના ભાગ રૂપે ટેસ્ટિંગ ફરી એકવાર શરૂ કરવામાં આવ્યા છે.

Untitled 185 કોરોના કેસ વધતા ફરી પાછા ટેસ્ટિંગ ડોમ ઉભા કરાયા

આ પણ વાંચો ;રેસીપી / પૂર્વતૈયારી સાથેના હલકા-ફૂલકા નાસ્તા બનાવો બિસ્કિટ ટોપિંગ્સ અને મસાલા ઈડલી

રાજયમાં  કાલે  કોરોના નવા 37 કેસ સામે આવ્યા હતા જેમાં સૌથી વધુ અમદાવાદમાં 10 કેસ નોંધાયા હતા, આમ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 226 પર પહોંચી ગઈ છે. જોકે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી, હાલ કોરોનાગ્રસ્ત 6 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે જ્યારે બીજી તરફ 32 દર્દીઓ સાજા પણ થયા છે.

જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 8,16,608 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યભરમાં અત્યાર સુધી 10090 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, બીજી તરફ રાજ્ય સરકાર કોરોના વેક્સિનેશ પણ ખૂબ જોરશોરથી ચાલી રહ્યું છે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,26,516 નાગરિકોનું રસીકરણ થયું હતું. આમ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચી ગયો છે.

આ પણ વાંચો ;રાજ કુન્દ્રા કેસ / શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની વધુ મુશ્કેલીઓ, હવે આ મામલે નોંધાયો કેસ